ઈટાલીયન દપત્તિએ ગુજરાતી બાળકને લીધું દત્તક

0
21

અમદાવાદ
તા : 11
અમદાવાદ જિલ્લા સેવા સદન ખાતે એક ઈટાલીયન દંપતી પાછલા એક વર્ષથી વધારે સમયથી ભારતીય બાળકને દત્તક લેવાની પ્રક્રિયામાં ફસાયું હતું. જોકે, અંતે દંપતીએ ભારતના 6 વર્ષના બાળકને દત્તક લઇ લીધું છે. આ દંપતી ગયા માર્ચ મહિનાથી એડોપ્શન પ્રક્રિયા પૂર્ણ થવાની રાહ જોઇ રહ્યુ હતું. જેને 10 નવેમ્બરે અમદાવાદના કલેક્ટર સંદીપ સાગલેએ ઈટાલિયન દંપતીને બાળક દત્તક આપવાની કાયદાકીય પ્રક્રિયાને અંતિમ ઓપ આપ્યો હતો.

અમદાવાદના કલેક્ટર સંદીપ સાગલે ઈટલિયન દંપતીને બાળક દત્તક આપવાની કાનૂની પ્રક્રિયા આજે પૂર્ણ કરી હતી. કોરોના મહામારીને કારણે આંતરરાષ્ટ્રીય હવાઈ ગમન બંધ હતું. આ ઉપરાંત બાળક દત્તક લેવાની કાયદાકીય પ્રક્રિયાઓ પણ દુનિયાભરમાં મૂલતવી હતી. જનજીવન હવે સામાન્ય થઈ રહ્યું છે ત્યારે સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી-‘કારા’એ આ વર્ષે નવેમ્બર મહિનાને ‘ઈન્ટરનેશનલ એડોપ્શન મંથ’ જાહેર કર્યો છે.

ઈટલીની દપત્તિએ જે બાળકને દત્તક લીધું છે તેનું નામ મહેન્દ્ર છે, જે 5 વર્ષ અને 11 મહિનાનો છે. 2.5 વર્ષની ઉંમરમાં સંસ્થામાં પ્રવેશ મેળવ્યો ત્યારે મહેન્દ્ર દિવ્યાંગ હતો. સ્પીચ થેરાપી, ફિઝિયોથેરાપી અને જરૂરી તબીબી સારવારને કારણે મહેન્દ્રનો શારીરિક વિકાસ પૂર્વવત બન્યો હતો. આજે નાનકડો મહેન્દ્ર દોડી શકે છે, ડાન્સ કરી શકે છે. જેને હવે નવા માતા-પિતા મળી ગયા છે અને તેમના સાથે નવું જીવન શરૂ કરશે.