જેક્લિન આંગળીનાં ટેરવે બેલેન્સ કરતી નજર આવી

0
36

મુંબઇ
તા : 15
બૉલીવુડની હૉટ અને સુંદર અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિઝે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે પગની આંગળી અને અંગુઠાનાં ટેરવે બોડી બેલેન્સ કરતી નજર આવી રહી છે. જેક્લિન ફર્નાન્ડિઝની આ તસવીરો શેર કરતાંની સાથે જ વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં તે ઘણી જ ફ્લોલેસ લાગી રહી છે. તેનું બોડી પણ ઘણું જ લચીલુ લાગી રહ્યું છે.
જેક્લિન ફર્નાન્ડિઝે આ પહેલાં પણ તેનાં ડાન્સનાં વીડિયો અને તસવીરો શેર કરી ચૂકી છે. જોકે આ તસવીરમાં તે વ્હાટ કલરની ફૂલ સ્લિવ મોનીકોનીમાં નજર આવે છે જેમાં તે અતિ સુંદર લાગી રહી છે. જેક્લિનની આ તમામ તસવીરો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે.