જામનગરમાં પરિણીતા પર બે શખ્સોએ આચર્યું દુષ્કર્મ

0
10

જામનગર
તા : 17
જામનગરમાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઇ છે. નર્સ તરીકે કામ કરતી 25 વર્ષની પરિણીતા તેના પતિ સાથે હરીપર ગામ પાસે આવેલા મેલડી માતાજીનાં મંદિરે દર્શન કરવા ગઇ હતી. ત્યાંથી બપોરનાં સમયમાં ગોરડીયા હનુમાનજીના મંદિરે દર્શન કરવા જતા હતા. ત્યાં રસ્તામાં બે લોકોએ પતિ પત્નીને ધમકાવીને પૂછ્યું હતું કે, અત્યારે ક્યાં જાવ છો. જે બાદ ચાકુની અણીએ બંન્નેને મારી નાખવાની ધમકી આપીને સાથે આવવા જણાવતા પતિને ત્યાંથી ભાગાડી દીધો હતો. જે બાદ આ બંન્ને પરિણીતાને ઝાડીઓમા લઇ જઇને દુષ્કર્મ આચર્યું હતું. આ અંગેની પોલીસ ફરિયાદ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. એલસીબીના પીઆઈ કિરણ ચૌધરીની ટીમેઆ બન્ને આરોપીઓને ઝડપી પાડ્યા છે.

જામનગર ગ્રામ્યનાં ડીવાયઅસપી કૃણાલ દેસાઇએ આ અંગે મળતી માહિતી આપતા જણાવ્યું કે, ધ્રોલમાં રહેતા અને નર્સ તરીકે કામ કરતી પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, તારીખ 16મી ઓક્ટોબરનાં દિવસે મહિલા પોતાના પતિ સાથે હરીપર ગામ પાસે આવેલા મેલડી માતાજીના દર્શન કરવા ગયા હતા. ત્યાંથી દર્શન કરીને 2.30 કલાકની આસપાસ ગોરડીયા હનુમાનજી મંદિરે દર્શન કરવા જતા હતા. આ દરમિયાન મહિલાનો પતિ રસ્તામાં માવો ખાવા ઉભો રહ્યો હતો. ત્યારે બાઇક પર બે શખ્સો કાદર ઉર્ફે ઓઢીયો ડખેર અને અઝરુદ્દીન ઉર્ફે અજુડો જુણેજા આવીને દંપતીને ધમકાવવા લાગ્યા હતા. આ દંપતીનાં મોબાઇલ ફોન પણ ઝૂંટવી લીધા હતા. પતિ પત્નીને કહ્યું હતું કે, તે બન્ને એમની સાથે જાય. પરંતુ પતિ પત્નીને છોડીને ભાગી ગયો હતો. જે બાદ પરિણીતાને બાઇક પર બેસાડીને અપહરણ કર્યું હતું. જે બાદ પાસે આવેલી ઝાડીઓમા લઇ જઇને પરિણીતા પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.