અભિનેત્રી જૂહી ચાવલાએ ફાર્મ હાઉસમાં શરુ કરી ઓફિસ

0
29

મુંબઇ
તા : 06
બોલિવૂડ અભિનેત્રી જૂહી ચાવલાએ ટ્વીટર પર પોતાની નવી ઓફિસનો ફોટો શેર કર્યો છે. જૂહી ચાવલાની આ ઓફિસ જોઈ તેના ફેન્સ તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. જૂહીએ તેના ફાર્મ હાઉસ પર ઓફિસ શરુ કરી છે. આકાશ નીચે, ઝાડની છાયામાં જ્યાં ભરપુર માત્રામાં ઓક્સિજન મળે છે ત્યાં જૂહી પોતાની ટીમ અને સ્ટાફ સાથે કામ કરી રહી છે.

જૂહીએ આ નવી ઓફિસની બે તસવીર શેર કરી છે. એક તસવીરમાં તે આંબાના બગીચામાં બેઠી છે. ટેબલ પર લેપટોપ રાખી તે કામ કરી રહી છે. તેના ટેબલ પર કેરીઓ પણ રાખેલી છે. બીજી તસવીરમાં તે ઝાડ નીચે પોતાની ટીમ અને સ્ટાફના લોકો સાથે વાતચીત કરતી જોવા મળે છે. જૂહીએ આ તસવીર શેર કરી જણાવ્યું છે કે તે વાડા ફાર્મ હાઉસમાં છે અને અહીં જ નવી ઓફિસ શરુ કરી છે. જેમાં એસી અને ઓક્સિજન છે. અહીં તે પોતાના સ્ટાફ માટે ક્વાટર્સ બનાવવાનું પણ વિચારી રહી છે.