અફધાનિસ્તાન: કાબુલમાં 14 રોકેટ ફેંકાયાં, 5 લોકોનાં મોત

0
14

કાબુલ
તા : 21
અફધાનિસ્તારની રાજધાની કાબુલ (Kabul)માં શનિવારે એક પછી એક બૉમ્બ બ્લાસ્ટ થયા છે. જેણે આખા શહેરને હચમચાવી મૂક્યું છે. આ બ્લાસ્ટ શહેરની વચ્ચો વચ આવેલા ગીચ વિસ્તારમાં થયા છે. કાબુલના ઉત્તરી વિસ્તારમાં થયેલા આ બૉમ્બ બ્લાસ્ટમાં અનેક લોકોની મોત થવાની સંભાવના છે. પ્રાપ્ત માહિતી મુજબ અફઘાનિસ્તાનના કાબુલમાં 14 જેટલા રોકેટ લૉન્ચ છોડવામાં આવ્યા છે. જેના કારણે 5 લોકોનાં મોત થયા છે અને 21થી વધારે ઘાયલ થયા. એક પછી એક બ્લાસ્ટ થતા આ આંકડાની સંખ્યા વધશે તેમ લાગી રહ્યું છે.

આ મામલે હાલ કોઇની પ્રતિક્રિયા પણ સામે નથી આવી. આંતરિક મંત્રાલયનું કહેવું છે કે શનિવારે બે નાના સ્ટિકી બૉમ્બના ધમાકા થયા હતા. જેમાંથી એકમાં પોલીસની કારને નિશાનો બનાવવામાં આવી હતી. અને તેમાં એક પોલીસકર્મીની મોત થઇ હતી. અને ત્રણ ઇજાગ્રસ્ત થયા હતા.

આ બ્લાસ્ટને લઇને કેટલાક ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જેમાં જોવા મળી રહ્યું છે કે રોકેટ મકાનોમાં કાણાં કર્યા હોય. આ તસવીરની સત્યતા નથી થઇ શકી. બીજી તરફ આ બ્લાસ્ટથી અમેરિકી વિદેશ મંત્રી માઇક પૉમ્પિયો અને તાલિબાન અને કતાર ખાડી રાજ્યની અફધાન સરકારની બેઠક પહેલા થયા છે. શનિવારે થયેલા આ બ્લાસ્ટ મામલે હજી સુધી કોઇ સંગઠને જવાબદારી નથી લીધી.