ફોટોગ્રાફરે પૂછ્યા હાલચાલ, તો અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો કપિલ શર્માએ

0
12

મુંબઈ
તા 23

કોમેડિયન કપિલ કપિલ શર્મા મુંબઈ એરપોર્ટ પર વ્હીલચેરમાં બેસેલો જોવા મળ્યો હતો. ફોટોગ્રાફર્સ કપિલ શર્માનો ફોટો પાડે છે અને તેના સ્વાસ્થ્ય વિશે પૂછે છે. તો કપિલ ગુસ્સે થઈ જાય છે. કપિલનું આ વર્તન કદાચ પહેલીવાર જોવા મળ્યું છે. કપિલ અગાઉ ઘણીવાર પૈપરાઝી અને ફેન્સથી મિલનસાર અંદાજમાં મળ્યા છે. પરંતુ આ વખતે તેમનો વલણ જુદો હતો.

ફોટોગ્રાફર્સ કપિલની તસવીર ક્લિક કરતાં હોય છે અને તેની તબિયત અંગે પૂછતા હોય છે. ફોટોગ્રાફર્સે પૂછ્યું હતું, ‘કપિલ સર કેમ છો? સર વીડિયો લઈ રહ્યાં છીએ.’ આટલું સાંભળીને કપિલે કહ્યું હતું, ‘ઓય, પાછળ હટો તમે તમામ લોકો.’ ત્યારબાદ ફોટોગ્રાફર્સ કહે છે, ‘ઓકે સર. થેંક્યૂ સર.’ કપિલ ગુસ્સે થઈને આગળ વધે છે અને કહે છે, ‘ઉલ્લુના પઠ્ઠા.’ તેની આ વાત સાંભળીને ફોટોગ્રાફર્સ કહે છે, ‘સર, રેકોર્ડ થઈ ગયું છે.’ તો કપિલ કહે છે, ‘હા તમે રેકોર્ડ કરી લો, તમે ખરાબ વર્તન કરતાં રહો.’ કપિલનું વર્તન જોઈને છેલ્લે ફોટોગ્રાફર્સ કહે છે, ‘સર તમે વિનંતી કરી હોત તો અમે પાછળ હટી જાત.’​​​

કપિલના આ ફોટા ફેન્સને બેચેન બનાવી રહ્યા છે. એક યુઝરે ટ્વીટ કર્યું – ‘તમને શું થયું, કપિલ જી? તમારી વ્હીલચેરવાળી તસવીરો જોવી… તમે ઠીક તો છો ને… કૃપા કરીને તમારી સંભાળ રાખો… તમે અમારા માટે અમૂલ્ય છો… અમારી જાન છો તમે… કૃપા કરીને તમારા સ્વાસ્થ્ય વિશે કેટલાક અપડેટ્સ આપવાનો પ્રયાસ કરો. God Bless You Kapil ji’. તેમજ, અન્ય યુઝરે કપિલને સોનુ સૂદની સલાહ લેવાનું સૂચન આપ્યું અને લખ્યું – “શું થયું કપિલ જી… ગયા 2 રવિવારથી, તમે શોમાં નથી દેખાતા. પારિવારિક કે વ્યવસાયિક જીવનમાં કોઈ સમસ્યા તો નથી ને… સોનુ સૂદ જીની સલાહ લઈ શકો છો.’