હવે વધશે કરણ જોહરની મુશ્કેલી- પાર્ટીના વીડિયોની સચ્ચાઈ આવી સામે

0
29

મુંબઈ,તા:28

બોલિવૂડ ઈન્ડસ્ટ્રી અત્યારે તેના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. એનસીબી દરેક એંગલથી ડ્રગ્સ મામલે તપાસ કરી રહી છે. એનસીબીની ઘણી લાંબી પૂછપરછ કરી રહી છે અને આ મામલો ત્યારે ખૂબ જ હાઈલાઈટ થઈ ગયો છે જ્યારથી આ કેસમાં દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરનું નામ જોડાયું છે. હવે મામલે કરણ જોહરની એક પાર્ટીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેને લઈને એ વાતનો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ પાર્ટીમાંસ્ટાર્સે ડ્રગ્સનું સેવન કર્યું હતું. એનસીબીની નજર આ પાર્ટી ઉપર છે. ત્યારે તપાસમાં વધુએક ખુલાસો સામે આવ્યો છે. જેને લઈને એ વાત સાફ થઈ ગઈ છે કે પાર્ટી દરમિયાનનો આ વીડિયો અસલી છે અને તેમાં કોઈ છેડછાડ કરાઈ નથી.

મળતી માહિતી મુજબ 2019માં કરણ જોહરના ઘરે યોજાયેલી પાર્ટીનો ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યો છે. જેને એનસી બીએ સબમિટ પણ કરી દીધો છે. ફોરેન્સિક રિપોર્ટમાં એ ખુલાસો કરવામાં આવ્યો છે કે વીડિયો અસલી છે અને તેમાં કોઈપણ પ્રકારનું એડિટિંગ નથી કરવામાં આવ્યું. આ સંદર્ભમાં એક મીટિંગ પણ કરવામાં આવશે જેને મલ્હોત્રા અને ડીડીજી અશોક જૈન દ્વારા લીડ કરવામાં આવશે. જેમાં એનસીબી અને ડીજીની સાથે ચર્ચા દ્વારા નિર્ણય લેવામાં આવશે કે આ મામલે આગળ શું કાર્યવાહી કરવી.

 

તમને જણાવી દઈએ કે આ પહેલાં કરણ જોહરે નિવેદન આપ્યું હતું કે હું ડ્રગ્સ નથી લેતો અને તેને પ્રમોટ પણ કરતો નથી. આવા સમાચારો ખોટાં છે, કે મારા ઘરે 28 જૂલાઈ 2019ના રોજ યોજાયેલી પાર્ટીમાં ડ્રગ્સનું સેવન કરવામાં આવ્યું હતું. કરણ જોહરે કહ્યું કે તે ક્ષિતિજ અને અનુભવને નથી જાણતો. તેણે કહ્યું કે બંને ધર્મા પ્રોડક્શનના અધિકારી નથી અને ક્ષિતિજ નવેમ્બર 2019 સુધી કોન્ટ્રાક્ટ પર હતો. અનુભવે ધર્મા પ્રોડક્શન સાથે માત્ર બે મહિના જ કામ કર્યું હતું. તો સાથે સાથે કરણે કાનૂની કાર્યવાહી કરવાની પણ વાત કરી છે.

12 સેલેબ્સની પૂછપરછ કરશે એનસીબી

આ મામલાને લઈને વધુ એક ખુલાસો થઈ રહ્યો છે. ક્ષિતિજ પ્રસાદના વકીલ સતીશ માનેશિંદે દ્વારા બચાવમાં કહેવામાં આવ્યું છે કે કસ્ટડીમાં ક્ષિતિજને ટોર્ચર કરવામાં આવ્યો કે તે કરણ જોહરનું નામ આપે અને તેને ફસાવવામાં આવે. તેણે દાવો કર્યો છે કે સિગરેટના બડને ડ્રગ્સ સમજવામાં આવી રહ્યું છે. આ મામલો ક્યાં જાય છે અને ડ્રગ્સ એંગલમાં કરણ જોહરની સાથે એનસીબી શું કરે છે એ તો આવનારો સમય જ બતાવશે. હાલમાં તો એવું માનવામાં આવી રહ્યું છે કે કરણ જોહરની પાર્ટીના વીડિયોનાઆધારે 12 સેલિબ્રિટીસના નામ સામે આવ્યા છે. જેમની એનસીબી પૂછપરછ કરી શકે છે.