કરીના કપૂર સીતામાતાના રોલમાં નહીં જોવા મળે

0
95

મુંબઇ
તા : 25
થોડા દિવસો પહેલા સમાચાર હતા કે, ફિલ્મ રામાયણમાં કરીના કપૂર સીતામાતાના રોલમાં જોવા મળશે. તેણે આ ફિલ્મ માટે રૂપિયા ૧૨ કરોડ લેવાની માંગણી કરી હતી. આ પછી સોશિયલ મીડિયા પર કરીનાનો બોયકોટ કરવામાં આવ્યો હતો. તૈમૂરની માતાને સીતાનો રોલ આપવા બદલ હોબાળો થયો હતો. હવે આ દરમિયાન આ રોલને લઇને એક નવા સમાચાર આવ્યા છે.

રિપોર્ટ અનુસાર, ફિલ્મ મેકર્સ હવે આ પૌરાણિક કથા પર આધારિત ફિલ્મમાં કરીના કપૂરના સ્થાને કંગના રનૌતનો સંપર્ક કરે તેવી શક્યતા છે. ફિલ્મના રાઇટર કેવી વિજયેન્દ્ર પ્રસાદ કંગનાને ફિલ્મમાં સાઇન કરવા ઇચ્છે છે. કંગના તેમની પ્રથમ પસંદગી છે. કહેવાય છે કે, કંગના સીતા -ધ ઇનકાર્નેશનમાં જોવા મળે તેવી શક્યતા છે.

જોકે સત્તાવાર રીતે આ વિશે કોઇ માહિતી આપવામાં આવી નથી. એક વાત એવી પણ છે કે, ફિલ્મ સાથે કરીનાનું નામ જોડાયું હતું, પરંતુ વાસ્તવમાં કરીનાને આ ફિલ્મ માટે સંપર્ક કરવામાં આવ્યો જનહોતો. સીતા બનવાના પહેલા કરીના લોકોએ કરીનાનો સોશિયલ મીડિયા પર વિરોધ કરવાનું શરું કરી દઇને બોયકોટની માંગણી કરી હતી.