જમ્મુ કાશ્મીરમાં સુરેન્દ્રનગરના ચોરવીરા ગામનો જવાન શહીદ

0
281

સુરેન્દ્રનગર
તા : 22
જમ્મુ કાશ્મીરમાં દેશની સુરક્ષામાં રહેલા સુરેન્દ્રનગર જિલ્લાના ચોરવીરા ગામના જવાન રઘુભાઈ બાવળીયા ફરજ દરમિયાન ગોળી વાગતાં શહીદ થયાં છે. આ સમાચાર સાંભળીને પરિવાર સહિત સમગ્ર પંથક શોકમાં ગરકાવ થઈ ગયા છે. જમ્મુ કાશ્મીરમાં દુશ્મનો સામે લડતાં લડતાં રઘુભાઈને ગોળી વાગતાં શહીદ થયાં છે. ગુરુવારે આ જવાનનો નશ્વરદેહ તેમના વતનમાં લાવવામાં આવશે. ત્યાર બાદ ગાર્ડ ઓફ ઓનર આપીને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઝાલાવાડ પંથકના અનેક યુવકો દેશની સરહદે ફરજ બજાવે છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વિજય રૂપાણીએ ટ્વિટ કર્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં માતૃભૂમિની રક્ષા કરતા ચોટીલાના ચોરવીરા ગામના રઘુભાઈ બાવળીયા શહીદ થતા દુ:ખી હૃદય સાથે અશ્રુપૂરિત શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. દેશ માટે બલિદાન આપનાર આ વીર જવાનના આપણે સર્વે હંમેશા ઋણી રહીશું. પ્રભુ એમના દિવ્ય આત્માને શાંતિ અને પરિજનોને શક્તિ અર્પે.