કેટરિના આગામી ફિલ્મમાં પ્રભાસ સાથે જોવા મળશે

0
26

મુંબઇ
તા : 04
પ્રભાસ બોલીવૂડના જાણીતા દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદ સાથે એક એકશન ફિલ્મ કરી રહ્યો હોવાની ચર્ચા છે. વાત તો એવી પણ છે કે, આ ફિલ્મ માટે પ્રભાસ અને દિગ્દર્શકની વાતચીત અંતિમ નિર્ણય પર પહોંચી ગઇ છે, અને પ્રભાસે આ ફિલ્મમાં કામ કરવાની હા પાડી દીધી છે. હવે આ ફિલ્મ બાબતે લોકોને એ પણ જાણવામાં રસ છે કે, પ્રભાસ સાથે કઇ અભિનેત્રી આ ફિલ્મમાં રોમાન્સ કરતી જોવા મળશે.

આ બાબતે એવીઅટકળ થઇ રહી છે કે, કેટરિના કૈફ અને સિદ્રાર્થ આનંદને બહુ સારા સંબંધો છે. કેટરિનાએ સિદ્ધાર્થની બેન્ગ બેન્ગ ફિલ્મમાં કામ કર્યું છે. તેમજ પ્રભાસ સાથે જોડી જમાવા માટે દિગદ્ર્શકને જાણીતી લીડ એકટ્રેસની જરૂર હોવાથી તેમણે કેટરિનાનો સંપર્ક કર્યો છે. તેમજ કેટરિનાએ આ ફિલ્મ માટે હા પાડી હોવાનું પણ જણાય છે.