દિવાળી પછી કડક ગાઈડલાઈન સાથે ખૂલશે સબરીમાલાના દ્વાર

0
143

કેરળ
તા 15
કેરળના સૌથી પ્રખ્યાત અને વિવાદાસ્પદ સબરીમાલા મંદિરને દિવાળી પછી શ્રદ્ધાળુઓ માટે ખોલવાની પરવાનગી મળી છે. કોરોનાને ધ્યાનમાં રાખતા મંદિર સમિતિ દ્વારા કડક ગાઈડલાઈન તૈયાર કરવામાં આવી છે. મંદિરમાં 20 વર્ષથી ઓછી અને 50 વર્ષથી વધારે ઉંમરવાળા લોકો દર્શન નહીં કરી શકે, શ્રદ્ધાળુઓને 24 દિવસ ક્વોરન્ટીન કરવાનો પ્રસ્તાવ મંદિર સમિતિ દ્વારા કેરળ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. દર્શનના પહેલાં 14 દિવસ અને પછી 10 દિવસ ક્વોરન્ટીન કરવાની સલાહ આપવામાં આવી છે. મંદિરમાં દર્શનની સૌથી કડક ગાઇડલાઇન બનાવામાં આવી શકે છે, એકવારમાં 5000 લોકોને દર્શન માટે એન્ટ્રી મળી શકે છે

જોકે હાલ મંદિરનું મેનેજમેન્ટ જોતાં ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડે આને લઈને કોઈપણ ચોખવટ કરવાની સ્થિતિમાં નથી, પરંતુ બોર્ડ પ્રમાણે સમિતિએ સરકારને પોતાના પ્રસ્તાવ મોકલ્યા છે, જેના અંગે સરકાર વિચાર કર્યા પછી નિર્ણય લેશે. જો આ નિયમ લાગુ થશે તો અહીં દર્શન કરનાર દરેક શ્રદ્ધાળુને લગભગ 24 દિવસ ક્વોરન્ટીન રહેવું પડશે.14 દિવસ દર્શન કર્યાં પહેલાં અને 10 દિવસ દર્શન કર્યાં પછી.

હાલ સબરીમાલા મંદિરમાં જે પૂજાઓ કરવામાં આવી રહી છે, એમાં કોઈને પ્રવેશ આપવામાં આવશે નહીં. 16થી 21 સપ્ટેમ્બર સુધી મંદિરને માસિક પૂજા માટે ખોલવામાં આવશે, પરંતુ એમાં કોઈ શ્રદ્ધાળુઓને પ્રવેશ મળશે નહીં. સરકાર આ સમયે ગાઇડલાઇન નક્કી કરવાનું કામ કરી રહી છે.