કોહલી વનડેના બેસ્ટ પ્લેયર્સમાંથી એક: ફિન્ચ

0
28

સિડની
તા : 26
વનડે સીરિઝ શરૂ થાય તેના એક દિવસ પહેલા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન આરોન ફિન્ચે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના વખાણ કર્યા છે. તેણે કહ્યુ કે, વિરાટ ભલે IPLમાં પોતાના સ્ટાન્ડર્ડ પ્રમાણે ન રમી શક્યો હોય, તેમ છતાં તેની બેટિંગમાં નબળાઈ કે માઇન્સ પોઇન્ટ બહુ ઓછા છે. તે વનડેમાં બેસ્ટ પ્લેયર્સમાંથી એક છે. જો અમારે સીરિઝ જીતવી હોય તો વિરાટને જલ્દી આઉટ કરવો પડશે.

કોહલીએ IPLની 13મી સીઝનમાં 450થી વધુ રન બનાવ્યા હતા. તેમ છતાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો કપ્તાન પોતાની જૂની રિધમમાં જોવા મળ્યો નહોતો. ફિન્ચ પણ લીગમાં બેંગલોર માટે જ રમે છે. તેણે કહ્યું કે, અમારો ફોકસ એ વાત પર છે કે, કોહલીને વધુ રન બનાવવાની તક આપવામાં ન આવે. વિરાટની બેટિંગમાં બહુ નબળાઈઓ નથી. તેની ગેમમાં નબળાઈ શોધવી અઘરી છે. ફિન્ચે કહ્યું કે, જો અમે વિરાટને આઉટ કરવામાં નિષ્ફ્ળ થયા તો સીરિઝમાં જીત મેળવવી અઘરી થઇ જશે.