કોહલી ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકે યોગ્ય: ગ્રીમ સ્વાન

0
64

લંડન
તા : 26
વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતના રકાસ બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન કોહલી પર ગાજ પડી શકે તેવી શક્યતા જોવા મળી રહી છે. એટલે કે કોહલી પાસેથી કેપ્ટનશિપ છીનવવામાં આવી શકે છે. ઈંગ્લેન્ડના પૂર્વ દિગ્ગજ સ્પિનર ગ્રીમ સ્વાને કહ્યું છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં હાર બાદ પણ વિરાટ કોહલીને ભારતીય ટીમની કેપ્ટનશિપમાંથી ન હટાવવો જોઈએ. સ્વાનના જણાવ્યા મુજબ કોહલીને કેપ્ટન તરીકે હટાવવો તે ક્રિકેટ વિરૂદ્ધ એક મોટો ગુનો ગણાશે.

વિરાટ કોહલીની કેપ્ટનશિપ હેઠળ ભારતીય ટીમ ફરી એક વખત ICC ટ્રોફી જીતવામાં નિષ્ફળ રહી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડે ભારતીય ટીમને 8 વિકેટથી હરાવ્યું હતું. આ ત્રીજી વખત છે કે જ્યારે કોહલી કેપ્ટન તરીકે ICCની ટ્રોફી ન જીતાડી શક્યો.

કોહલીની કેપ્ટનશિપમાં આ પહેલાં ટીમને 2017ની ચેમ્પિયન્સ ટ્રોફિની ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો જે બાદ 2019ના વર્લ્ડ કપ સેમીફાઈનલમાં પણ ભારતીય ટીમ હારી જતાં ટૂર્નામેન્ટમાંથી ફેંકાય ગયું હતું. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં મળેલી હાર બાદ વિરાટ કોહલીને કેપ્ટન તરીકે હટાવવાની માગે જોર પકડ્યું છે. જો કે ગ્રીમ સ્વાનનું માનવું છે કે કોહલીને હજુ પણ ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકે યથાવત રાખવો જોઈએ.