IPL : આજે કોલકત્તા અને બેંગલુરુ વચ્ચે ટક્કર

0
24

અમદાવાદ
તા : 03
IPL ૨૦૨૧ની ૩૦મી મેચ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર KKR અને RCB વચ્ચે સોમવારે રમાશે. મેચની શરૂઆત સાંજે ૭-૩૦ કલાકે થશે. રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આ સિઝનની શરૂઆત સળંગ ચાર વિજય સાથે કર્યો હતો. જો કે વિરાટ મંડળીએ પાછલી ત્રણ મેચમાંથી બેમાં પરાજય મેળવ્યો છે. દિલ્હી સામેનો વિજય પણ માંડ એક રને થયો છે. હવે તેનો મુકાબલો મોર્ગનની આગેવાની હેઠળની કોલકાતા નાઇટ રાઈડર્સ ટીમ સામે છે. ચેપોક પર તેમની સામે વિજય મેળવ્યા બાદ ચેલેન્જર્સ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર પણ સમાન દેખાવ કરવા માંગશે. તેની સામે કોલકાતાએ પાછલી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે પરાજય મેળવ્યો છે અને પોઇન્ટ ટેબલ પર છઠ્ઠા સ્થાન પર પહોંચી ગઈ છે.

પોઇન્ટ ટેબલ પર આગળ વધવા માટે તેમને પણ એક વિજયની તાતી જરૂર છે, પરંતુ ફોર્મમાં આવી ગયેલી આરસીબી સામે વિજય મેળવવો સહેલો નહી હોય. આમ જો કે બન્ને ટીમને થોડા સવાલો સતાવે છે. KKRને ઓપનિંગનો પ્રશ્ન હલ કરવાનો છે તો RCB ને સ્પીનનો સવાલ સતાવે છે. આના સંદર્ભમાં KKRના બેટિેંગ ઓર્ડરમાં ત્રીપાઠી ઉપર આવી શકે અને RCB સુનિલ નરિન સામે વધુ સાવધ રહેશે.

અમદાવાદની પીચ બેટિંગ પીચ છે. જો કે આ પીચ ધીમી બોલિંગ કરતાં બોલર્સને, ખાસ કરીને સ્પીનર્સને પણ મદદ કરે છે. બીજી ઇનિંગમાં પીચ ટર્મ થતી હોવાના કારણે ટોસ જીતીને સામાન્ય રીતે બીજી બેટિંગ લેવાનો વિકલ્પ પસંદ કરવામાં આવે છે. આ મેદાન પર આઈપીએલની ચાર મેચ રમાઇ છે તેમાં પ્રથમ ઇનિંગનો સરેરાશ સ્કોર ૧૫૭ છે. ચેઝિંગ ટીમનો રેકોર્ડ બરાબરી પર છે. બેમાં વિજય થયો છે તો બેમાં પરાજય નોંધાયો છે. આ મેદાન પર હજું ટાઇ પડી નથી.