ક્ષિતિજનો પ્રસાદનો NCB પર બ્લેકમેઇલ કરવાનો આરોપ

0
31

મુંબઈ,તા:28

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો ( NCB ) વતી સુશાંત સિંહ રાજપૂત કેસ સંબંધિત ડ્રગ્સ કેસમાં ગત સપ્તાહે ધરપકડ કરાયેલ ફિલ્મ નિર્માતા ક્ષિતિજ પ્રસાદે તપાસ એજન્સી સામે ગંભીર આક્ષેપો કર્યા છે.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો ( NCB ) એ સુશાંત સિંહ રાજપૂત કેસ સંબંધિત ડ્રગ્સ કેસમાં ગત સપ્તાહે ધરપકડ કરેલા ફિલ્મ નિર્માતા ક્ષિતિજ પ્રસાદ એ તપાસ એજન્સી વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા છે. પ્રસાદના વકીલ સતીષ માનશિંદે એ રવિવારે બોમ્બે હાઈકોર્ટમાં જણાવ્યું છે કે NCB અધિકારીઓ નિર્માતાને ‘હેરાન કરે છે અને બ્લેકમેઇલ કરે છે’.વકીલે કહ્યું કે પૂછપરછ દરમિયાન ક્ષિતિજ પ્રસાદ પર કરણ જોહર અને તેની ટીમને ફસાવવા દબાણ કરવામાં આવ્યું. અદાલતમાં એડવોકેટ સતીષ માનશિંદે એ પ્રસાદને ટાંકીને કહ્યું કે, ” NCB અધિકારીઓએ તેને કહ્યું હતું કે જો હું કરણ જોહર, સોમલ મિશ્રા, રાખી, અપૂર્વ, નીરજ અથવા રહીલનાં નામ લઈ લઉં તો તેઓ મને છોડી દેશે”નોંધનીય છે કે ગયા અઠવાડિયે, NCB એ ક્ષિતિજ પ્રસાદ ની ધરપકડ કરી હતી. તેમના વકીલે તેમની તરફેણમાં કહ્યું, “અધિકારીઓએ મને ખોટા આક્ષેપો કરવા કહ્યું કે તે (કરણ જોહર અને તેમની ટીમ) ડ્રગ લે છે. ભારે દબાણ પછી પણ મેં તેઓની વાત સાંભળી નહીં કારણ કે હું આ લોકોમાંથી કોઈને પણ પર્સનલી જાણતો નથી … અને હું કોઈ પર ખોટા આક્ષેપો કરવા માંગતો નથી.”

આ નિવેદનમાં સમીર વાનખેડે નામના એક અધિકારીનું નામ લેવામાં આવ્યું છે. માનશીંદે કહ્યું છે કે, ‘સમીર વાનખેડે એ ક્ષિતિજ પ્રસાદ ને કહ્યું હતું જો તેઓ તેમની વાત નહીં સાંભળશે, તો તેઓ તેને સબક શિખવાડશે અને વાનખેડેએ ક્ષિતિજ પ્રસાદ ને તેમની ખુરશીની નજીક જમીન પર બેસવા કહ્યું હતું જે બાદ તેમણે તેમના પગ તેના ચહેરા તરફ રાખીને કહ્યું કે આ તેની અસલી લાયકાત છે. વકીલે કહ્યું છે કે, ત્યાં હાજર અન્ય અધિકારીઓ વાનખેડેની આ હરકત પર હસી રહ્યા હતા.ગયા અઠવાડિયે, કરણ જોહરે ક્ષિતિજ પ્રસાદ ના તેમની કંપની ધર્મ પ્રોડક્શન્સ સાથે સંકળાયેલા હોવાના દાવાને ફગાવી દીધો હતો. જોહરે કહ્યું કે પ્રસાદ નવેમ્બર 2019 માં ધર્મ પ્રોડક્શન કંપની ધર્મિક એન્ટરટેઇનમેન્ટમાં એક્ઝિક્યુટિવ નિર્માતા તરીકે જોડાયા હતા. તે એક પ્રોજેક્ટ માટેના કરારના આધારે કંપનીમાં જોડાયા હતા, પરંતુ તે પ્રોજેક્ટ પર કામ શરૂ જ થઈ શક્યું નહોતું.રવિવારે એક નિવેદનમાં સતિષ માનશીંદે જણાવ્યું હતું કે “ક્ષિતિજ પ્રસાદ ને આજે રિમાન્ડ માટે વીડિયો કોન્ફરન્સ દ્વારા એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યવાહી શરૂ થાય તે પહેલાં મેં મેજિસ્ટ્રેટને કહ્યું હતું કે ક્ષિતિજ પ્રસાદ ને થર્ડ ડિગ્રી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે અને બેઈજ્જતી કરીને વર્તવામાં આવે છે અને ખોટા નિવેદનો આપવા બદલ બ્લેકમેઇલ કરાય છે”