કેરળમાં નેગેટિવ સર્ટિફિકેટ આપતી ઝડપાઇ લેબ

0
75

તિરૂવનંતપુરમ,તા:30

કેરળમાંથી મધ્ય પૂર્વ અને અન્ય દેશોમાં જવા ઇચ્છતા લોકોને ટેસ્ટ કર્યા વગર જ કોરોના નેગેટિવ સર્ટિફિકેટ આપી તેમની સાથે છેતરપીંડી કરનાર એક ખાનગી લેબનો પર્દાફાશ થયો હતો અને તેના મેનેજરની ધરપકડ કરાઇ હતી.

સાઉદી ગયેલા લોકો ઝડપાતા થયો પર્દાફાશ

કોઝિકોટ સ્થિત આઇસીએમઆર દ્વારા પ્રમાણિત પ્રતિષ્ઠિત લેબની શાખા અને જિલ્લામાં વાલાન્ચેરીમાં આવેલી ઇરમા લેબ દ્વારા અપાયેલા ટેસ્ટના નેગેટિવ સર્ટિફિકેટ ધરાવતા હોવા છતાં કેટલાક લોકો સાઉદી એરેબિયામાં જતાં તેઓ કોવિડ-19 જણાતા આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

2000 લોકો સાથે છેતરપિંડી

અરમા લેબ દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓમાં આશરે 2000 લોકો સાથે છેતરપિંડી કરાઇ હતી. લેબના લેટર હેડનો ઉપયોગ કરી લેબનો મેનેજર ટેસ્ટ કર્યા વગર જ લોકોને નેગેટિવ સર્ટિફિકેટ આપતો હતો. પોલીસે કહ્યું હતું કે અરમા લેબ દ્વારા કેટલાક મહિનાઓમાં ભેગા કરેલા 2500 નમુના ટેસ્ટ માટે કોઝિકોડ મોકલાયા જ નહતા અને વાલાન્ચેરીમાં જ સર્ટિફિકેટ આપી દેવાયા હતા.

બોગસ સર્ટી આપી ખંખેર્યા લાખો રૂપિયા

તેમણે માત્ર 500 નમુના જ ટેસ્ટ માટે મોકલ્યા હતા અને બાકીના 2000 જણાને બનાવટી કોવિડ-19 નેગેટિવ સર્ટિ ફિકેટ પધરાવી દીધા હતા. અરમા લેબના મેનેજરે કોઝિકોડ લેબના બનાવટી લેટર હેડ બનાવ્યા હતા અને કોવિડ-19ના સર્ટિફિકેટ આપ્યા હતા.અરમા લેબ દ્વારા ટેસ્ટ માટે રૂપિયા 2750 લેવામાં આવતા હતા. આમ તેમણે કુલ રૂપિયા 40 થી 45 લાખ ભેગા કરી લીધા હતા.