બિહારમાં 15 મે સુધી લૉકડાઉન જાહેર

0
15

પટના
તા : 04
બિહાર (Bihar)માં કોરોના સંકટ (Corona Second Wave)ને ધ્યાને લઈ 15 મે સુધી લૉકડાઉન (Bihar Lockdown) લાગુ કરવામાં આવ્યું છે. સરકારના તમામ દાવાઓ છતાંય બિહારમાં કોરોનાના પ્રસાર પર નિયંત્રણ નહોતું થઈ રહ્યું. આ કારણે નીતીશ કુમાર સરકારે લૉકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો છે. તેને લઈને મુખ્યમંત્રી નીતીશ કુમાર (Bihar CM Nitish Kumar)એ ટ્વીટ કર્યું છે.

મુખ્યમંત્રી નીતીશ કુમારે ટ્વીટ કરીને લખ્યું કે, કાલે સહયોગી મંત્રીગણ અને પદાધિકારીઓ સાથે ચર્ચા બાદ બિહારમાં હાલ 15 મે, 2021 સુધી લૉકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેની વિસ્તૃત માર્ગદર્શિકા તથા અન્ય ગતિવિધિઓના સંબંધમાં આજે જ ક્રાઇસિસ મેનેજમેન્ટ ગ્રુપ (Crisis Management Group) ને કાર્યવાહી કરવા હેતુ નિર્દેશ આપવામાં આવ્યા છે.

બિહારમાં કોરોનાથી થનારા મોતની સંખ્યામાં પણ સતત વૃદ્ધિ જોવા મળી રહી છે. એવામાં અનેક સમૂહો તથા સંગઠનોથી બિહારમાં લૉકડાઉનની માંગ ઊભી થઈ રહી હતી. સોમવારે તો પટના હાઈકોર્ટે પણ સરકારને પૂછ્યું હતું કે બિહારમાં ક્યારે લૉકડાઉન લાગુ કરવામાં આવશે? જ્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને પણ રાજ્યમાં લૉકડાઉન લાગુ કરવાની માંગ કરી હતી. આ પરિસ્થિતિ વચ્ચે લૉકડાઉન પર નિર્ણય લેવાની શક્યતા હતી.