લોકડાઉન વચ્ચેે પણ IPLના મેચ મુંબઈમાં જ રમાશે: ગાંગૂલી

0
88

મુંબઇ
તા : 05
આઈપીએલની આ વર્ષની સીઝનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે પરંતુ કોરોનાના કેસ વધવાને કારણે ટી-20 લીગના વેન્યુને લઈને ફેરફાર થવાની અટકળો પણ વહેતી થઈ ગઈ હતી પરંતુ બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગૂલીએ આ મુદ્દે સ્પષ્ટતા કરી દીધી છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં લોકડાઉન વચ્ચે પણ મેચ અહીં જ રમાડવામાં આવશે. ટી-20 લીગની શરૂઆત 9 એપ્રિલથી થઈ રહી છે અને તેના 10 મેચ મુંબઈમાં રમાવાના છે.

ગાંગૂલીએ કહ્યું કે લોકડાઉન લાગુ પડ્યા બાદ એક વાત સારી હશે કે આસપાસ ઘણા બધા લોકો એક સ્થળે એકઠા નહીં થાય. અમુક જ લોકો ઉપર ધ્યાન આપવું પડશે જે બાયો-બબલમાં છે. તેમનું સતત ટેસ્ટીંગ પણ થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે જ્યારે તમે બાયો-બબલમાં ચાલ્યા જાઓ છો તો પછી કશું જ થઈ શકતું નથી. પાછલા વર્ષે યુએઈમાં પણ ટૂર્નામેન્ટ શરૂ થતાં પહેલાં અમુક ઘટનાઓ બની હતી. એક વખત ટૂર્નામેન્ટ શરૂ થઈ જશે એટલે બધું સમુસુતરું પાર પહશે.

ગાંગૂલીએ કહ્યું કે લોકડાઉનથી કોઈ જ અડચણ નથી. સરકાર તરફથી મેચ આયોજિત કરવા માટે અમને તમામ પરવાનગી મળી ચૂકી છે. મુંબઈમાં 10થી 25 એપ્રિલ વચ્ચે માત્ર 10 મુકાબલા રમાવાના છે. બાયો-બબલની અંદર કોઈ પ્રકારની અડચણ નથી. અમારું એક અતિ સુરક્ષિત સેટઅપ છે જ્યાં ખેલાડી અને સપોર્ટ સ્ટાફ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. ચાર ટીમો પોતાના પ્રારંભીક મુકાબલા મુંબઈમાં રમાવાના છે જેમાં ચેન્નાઈ સુપરકિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ છે.