કોરોના બેકાબૂ : રાયપુર-છીંદવાડામાં સંપૂર્ણ લોકડાઉન જાહેર

0
85

નવી દિલ્હી
તા : 08
કોરોનાની સ્થિતી વકરતા મધ્ય પ્રદેશમાં આગામી ત્રણ મહિના સુધી તમામ સરકારી ઓફિસોમાં 5 દિવસ જ કામ ચાલશે. જ્યાં સોમથી શુક્ર સુધી કર્માચારીઓ કામ કરશે, બાકીના દિવસે ઓફિસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મધ્ય પ્રદેશમાં છીંદવાડામાં 8 એપ્રિલથી રાતના 8 વાગ્યા 7 દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર કર્યુ છે. શાઝાપુરમા પણ આજ રાતથી 8 વાગ્યાથી આગામી 2 દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે. આ ઉપરાંત રાજ્ય પ્રદેશના તમામ શહેરી વિસ્તારોમાં 8 એપ્રિલથી નાઈટ કર્ફ્યૂ રહેશે. તમામ જિલ્લાના શહેરોમાં દરેક રવિવારે લોકડાઉન રહેશે.

મધ્ય પ્રદેશના શિવપુરીમાં રવિવારે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશમાં 24 કલાકમાં રેકોર્ડ 4043 નવા કેસ આવ્યા છે. જ્યારે 13 લોકોના મોત પણ થયા છે. ભોપાલ, ઈન્દોર, જબલપુર અને ગ્વાલિયરમાં હાલત બેકાબૂ છે. રાજ્યમાં છેલ્લા એક મહિનામાં એક્ટિવ કેસીસમાં 7 ટકાનો વધારો થયો છે. મધ્ય પ્રદેશ સરકારે છત્તીસગઢમાં આવતી જતી બસો પર 15 એપ્રિલ સુધી પ્રતિબંધ લગાવ્યો છે. છત્તીસગઢમાં છેલ્લા 24 કલાકમા 9921 નવા કેસ આવ્યા છે. રાજધાની રાયપુરમાં 9થી 19 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન લગાવી દીધુ છે. આ દરમિયાન ફક્ત જરૂરી સેવા જ ચાલુ રહેશે.