મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં નવા 55469 કેસ નોંધાયા

0
47

મુંબઇ
તા : 07
મહારાષ્ટ્રમાં કોરોનાનો વાઈરસનો ચેપ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. દરરોજ દરદી અને મૃતકની સંખ્યામાં ખૂબ જ વધારો થાય છે. આથી રાજ્ય સરકાર ચિંતિત છે.સરકારે રાજ્યમાં કઠોર પ્રતિબંધ મૂક્યા છે અને વીક એન્ડમાં સંપૂર્ણ લોકડાઉન મૂક્યું છે. મહારાષ્ટ્રમાં આજે કોરોનાના નવા ૫૫,૪૬૯ દરદી નોંધાય છે અને ૨૯૭ દરદીએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે કોરોનાના ૩૪૨૫૬ દરદી સાજા થતાં હોસ્પિટચલતી ડિસ્ચાર્જ કરાયા હતા. અને રાજ્યમાં આજ દિને કોરોનાના ૪ સાથ ૭૨ હજાર ૨૮૩ દરદી એક્ટિવ કેસ છે. આ દરદીઓ રાજ્ય વિવિધ હોસ્પિટલમા સારવાર લઈ રહ્યા છે, એમ રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

મહારાષ્ટ્રમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૩૧,૧૩,૩૫૪ થઈ છે. અને મરણાંકની સંખ્યા ૫૬૩૩૦ થઈ છે. જ્યારે આજ દિન સુધી કોરોનાના ૨૫,૮૩.૩૩૧ દરદી કોરોનાથી મુક્ત થયા છે. એટલે રિકવરી થવાનું પ્રમાણ ૮૨.૯૮ ટકા થયું હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. રાજ્યમાં આજ દિને ૨૪,૫૫,૪૯૮ દરદી હોમ ક્વોરન્ટીન કરાય છે. અને ૨૨,૭૯૭ દરદી સંસ્થાત્મક ક્વોરન્ટીન કરાયા હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. રાજ્યના મુંબઈ સહિત પુણે, નાશિક, અહમદનગર, ઔરંગાબાદ, નાગપુર, કોલ્હાપુર વિસ્તારમાં દરદીઓની સંખ્યામાં વધારો થયો હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

મુંબઈમાં કોરોનાના નવા ૧૦,૦૩૦ દરદી નોંધાયા છે અને ૩૧ દરદીનાં મોત થયા છે. આથી શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૪ લાખ ૭૨ હજાર ૩૩૨ થઈ છે. અને મરણાંકની સંખ્યા ૧૧૮૨૮ થઈ છે. જ્યારે આજે કોરોનાના ૭૦૧૯ દરદી સાજા થતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. પરિણામે અત્યાર સુધી ૩,૮૨,૦૦૪ દરદી કોરોનાથી મુક્ત થયા છે. એટલે કોરોનાથી રિકવરીનું પ્રમાણ ૮૧ ટકા થયું છે. શહેરમાં અત્યારે ૭૭,૪૯૫ કોરોનાના એક્ટિવ કેસ છે. જ્યારે ૭૪૦ ઈમારતોને સીલ કરાયા છે.