IPS ડૉ.મહેશ નાયકનું કોરોનાથી નિધન

0
257

અમદાવાદ
તા : 10
સમગ્ર ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે એક પછી કોરોના વોરિયર્સ પણ કોરોનાનો ભોગ બની રહ્યાં છે. એવામાં તાજેતરમાં વધુ એક સિનિયર અધિકારીને કોરોના ભરખી ગયો છે. કોરોના વાઇરસે રાજ્યમાં વધુ એક સિનિયર અધિકારીનો ભોગ લીધો છે. વડોદરા આર્મ્સ યુનિટના DIG ડૉ. મહેશ નાયકનું કોરોનાથી મૃત્યુ થયું છે. અમદાવાદની SVP હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. આ સારવાર દરમિયાન SVP હોસ્પિટલમાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં.

નોંધનીય છે કે, ડૉ. મહેશ નાયકને થોડાંક મહિના પૂર્વે જ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ ( SP) થી બઢતી આપીને DIG તરીકે વડોદરામાં નિમણૂંક આપવામાં આવી હતી. IPS ડૉ. મહેશ નાયકને એન્જીયોપ્લાસ્ટી કરાવેલ હતી. સાથોસાથ IPS ડૉ. મહેશ નાયક ડાયાબિટીસના રોગથી પણ પિડાતા હતાં. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહિત રાજ્યના તમામ શહેરોમાં કોરોના ભયજનક હદે ફાટી નીકળેલા રોગચાળાને લીધે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આવામાં દર્દીઓને દાખલ થવામાં પડી રહેલી પારાવાર હાલાંકીને હળવી કરવા કોર્પોરેશને વધુ 18 હોસ્પિટલોને કોરોનાની સારવાર માટે ડેજીગ્નેટ કરાઇ છે.