મથુરાના નંદબાબા મંદિરમાં નમાઝ અદા કરતા નોંધાઈ ફરિયાદ

0
67

મથુરા
તા 2
મથુરાના નંદગાંવના પ્રસિદ્ધ મંદિરમાં નમાઝ અદા કરવાનો મામલો સામે આવ્યો છે. મંદિરમાં નમાઝ અદા કરવાના ફોટા વાઈરલ થયા પછી મંદિર પ્રશાસને ચાર લોકો સામે કેસ નોંધાવ્યો છે. તે પછી મંદિરને ગંગાજળથી ધોવામાં આવ્યું છે. વાઈરલ ફોટોમાં તેઓ નમાઝ અદા કરી રહ્યાં હતા. જે સમયે આ ઘટના બની ત્યારે કોરોનાના કારણે મંદિરમાં ભીડ ઓછી હતી.

આ યુવકોએ પોતાને હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિમાં વિશ્વાસ રાખનારા ગણાવ્યા. મોબાઈલમાં તમામ સંતો-મહંતોની સાથેના પોતાના ફોટા પણ બતાવ્યા. તેમણે મંદિરના પુજારી કાન્હા ગોસ્વામીને દર્શન કરવાની વાત જણાવી. મંદિરમાં નમાઝ થવાથી સાધુ સંતોમાં આક્રોશ ફેલાઈ ગયો છે. મંદિરના સેવાકર્મીએ બરસાના પોલીસ સ્ટેશનમાં ઘાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવીને ફરિયાદ કરી છે. પોલીસે 4 લોકો પર કલમ 153A, 295 અને 505 હેઠળ ફરિયાદ નોંધી છે.