મેયર બીજલ પટેલના દિયરે ઉડાડ્યા નાઈટ કરફ્યુના ધજાગરા

0
22

અમદાવાદ
તા 5
અમદાવાદમાં નાઈટ કર્ફ્યૂ છે. ત્યારે નાઈટ કર્ફ્યૂના ધજાગરા ઉડાડતો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો અમદાવાદના પાલડી ગામમાં ધમધમતા ફૂડ સ્ટોલનો હોવાનુ જણાવામાં આવી રહ્યુ છે. સોશિયલ મીડિયામાં વાઈરલ વીડિયામાં ફૂડ સ્ટોલ ધમધમી રહ્યો છે.

બીજલબહેન પટેલના પારિવારીક દીયર પ્રતિક પોઈચાના વગ હેઠળ ફૂડ સ્ટોલ ધમધમતો હોવાના આક્ષેપ થયા છે. આમ તો રાત્રિ કર્ફ્યૂના કારણે શહેરમાં નવ વાગ્યા બાદ તમામ દુકાન બંધ હોય છે. પરંતુ અમદાવાદના મેયર બિજલ પટેલના દિયરના વગ હેઠળ પાલડીમાં ફૂડ સ્ટોલ ધમધમી રહ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મેયર બીજલ પટેલના દિયર પર કોર્પોરેશન અને પોલીસ મહેરબાન હોય એવું લાગી રહ્યું છે. મેયરના દિયરના ચાલતા ફૂડ કોર્ટથી લોકોમાં રોષ ભરાયો છે. તેમજ તંત્ર અને પોલીસના આંખ આડા કાનથી અનેક સવાલો ઉઠ્યા છે.