MLA વિક્રમ માડમને લવ જેહાદ અંગે ટિપ્પણી ભારે પડી

0
266

દ્વારકા
તા : 21
દ્વારકા વિસ્તારના ગામમાં લવ જેહાદ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમનો ભાષણનો વીડિયો (Viral Video) વાઇરલ થયો છે. મુસ્લિમ સમાજના મત વિસ્તારમાં વિક્રમ માડમને લવ જેહાદ વિશે ટિપ્પણી આપવી ભારે પડી છે. એક તરફ ગુજરાતમાં લવ જેહાદનો મુદ્દો ચારે તરફ વિવાદમાં છે ત્યાં વિક્રમ માડમના પ્રચારના ભાષણનો વિડીયો બન્યું ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સોશિયલ મીડિયામાં ચારે તરફ વીડિયોમાં વિક્રમ માડમના શબ્દોએ નવો વિવાદ જગાવ્યો છે. સમગ્ર વાઈરલ વીડિયો ભાણવડ તાલુકાના ઢેબર ગામનો મુસ્લિમ વિસ્તારમાં સભાનો હોવાની ચર્ચા છે.

સભાને સંબોધતા લવ જેહાદ મુદ્દે ભાષણ આપતા સોસીયલ મીડિયામાં વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. વિક્રમ માડમનો આ વીડિયો વાઇરલ થતા વિવાદ થયો અને બાદમાં તેમણે માફી માગી હતી. વિક્રમ માડમે કહ્યું ‘ગરીબનો છોકરો વિધર્મી સાથે લગ્ન કરે એટલે વિરોધ કરવાનો સૈફ અલી ખાને (Saif ali khan) કરિના કપૂર (Kareena Kapoor) સાથે લગ્ન ક્યા જાઓને વિરોધ કરોને, લવ જેહાદનો કાયદો છે એ શાના માટે છે. ગરીબનો છોકરો પ્રેમ લગ્ન કરે તો વાંધો લેવાનો.