મોસ્કોમાં વિદેશ પ્રધાનોની બેઠક પૂર્વે પેંગોંગમાં 200 રાઉન્ડ ફાયરિંગ

0
114

નવી દિલ્હી,તા:16

ભારત ચીનની વચ્ચે પૂર્વ લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા તણાવ દર રોજ વધતો જાય છે. આ તણાવપૂર્ણ સ્થિતિમાં બંને દેશોની વચ્ચે વાતચીતના પ્રયાસો પણ ચાલી રહ્યા છે. આ વચ્ચે LAC પર ફાયરિંગને લઇને નવા ખુલાસા થયા છે. રશિયાના મોસ્કોમાં 10 સપ્ટેમ્બરે વિદેશમંત્રી એસ.જયશંકર અને તેમના ચીની સમકક્ષ વાંગ યીની મુલાકાત પહેલા પેન્ગોંગ તળાવ ના ઉત્તર કિનારાની પાસે બંને સેનાઓ વચ્ચે ગોળીબારી પણ થઇ હતી. એક અધિકારી મુજબ, જે જગ્યાએ ફિંગર-3 અને ફિંગર-4 મળે છે ત્યાં બંને પક્ષે 100-200 રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા.

આ મામલે જાણકારી રાખનાર એક અધિકારીએ ફાયરિંગની વાત કરી છે. અને બંને દેશોની સેનાઓ ફિંગર વિસ્તારમાં પોતાની પકડ મજબૂત કરવા માટે પેટ્રોલિંગ પણ કરી રહી છે તે વાત પણ બહાર આવી છે. જો કે આ મામલે ન તો ચીન ન જ ભારતની તરફથી કોઇ અધિકૃત નિવેદન આવ્યું છે. આ પહેલા ચુશૂલ સેક્ટરમાં થયેલા ફાયરિંગની ઘટના પર બંને દેશોમાં તણાવ વધ્યો હતો. અધિકારીનું કહવું છે કે હાલની જે ફાયરિંગ હતી તે ચુશુલમાં થયેલી ફાયરિંગ કરતા ભીષણ હતી.

અધિકારીએ જણાવ્યું કે ભારત અને ચીની સેનાની વચ્ચે એલએસી પર એક મહિનામાં ત્રણ વાર ફાયરિંગની ઘટના થઇ ચૂકી છે. હજી સુધી ખાલી ચુશૂલ સેક્ટરમાં થયેલી ફાયરિંગ મામલે અધિકૃત નિવેદન બંને દેશોની સરકારો તરફથી આવ્યા છે. ઓગસ્ટમાં મુકપરીમાં પણ ફાયરિંગની ઘટના થઇ હતી. પણ તેના વિષે કોઇ નિવેદન બહાર નથી આવ્યું. હવે પેન્ગોંગના ઉત્તરી કિનારે પણ 100-200 રાઉન્ડ ફાયર થયા છે. પણ બંને દેશોમાંથી કોઇ પણ આની પર અધિકૃત નિવેદન નથી આપી રહ્યું.