બંગાળમાં હિંસા પર ભાજપના સાંસદની ચીમકી

0
20

કોલકાતા
તા : 04
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા બાદ હવે ટીએમસીના કાર્યકરોએ ઉત્પાત મચાવીને ચારે તરફ હિંસા શરુ કરી છે. ભાજપના કાર્યકરોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને ચારે તરફ ભયનો માહોલ સર્જાયો છે ત્યારે ભાજપના દિલ્હી સાંસદે મમતા બેનરજીની પાર્ટીને ચીમકી આપી છે.

ભાજપના દિલ્હીના સાંસદ પરવેશ સાહેબ સિંહ વર્માએ કહ્યુ છે કે, પશ્ચિમ બંગાળમાં ટીએમસીની જીત બાદ પાર્ટીના ગુંડાઓએ ભાજપના કાર્યકરોની જે રીતે પિટાઈ કરી છે તે બધા જોઈ રહ્યા છે પણ ટીએમસી યાદ રાખે કે તેમના સાંસદો, મુખ્યમંત્રી અને ધારાસભ્યોને પણ દિલ્હી આવવાનુ છે.

વર્માએ કહ્યુ હતુ કે, ટીએમસીના ગુંડાઓએ ચૂંટણી જિત્યા બાદ ભાજપના કાર્યકરોની હત્યા કરી છે, કાર્યકરોની ગાડીઓ તોડી છે, ઘરોમાં આગ લગાડી છે પણ યાદ રાખજો કે ટીએમસીના મુખ્યમંત્રી, સાંસદ અને ધારાસભ્યોએ દિલ્હી આવાવનુ છે, આ વાતને ચેતવણી સમજીને ચાલજો, ચૂંટણીમાં હાર જીત થતી હોય છે પણ મર્ડર નથી થતા.

ઉલ્લેખનીય છે કે, ટીએમસી દ્વારા જે રીતે હિંસા થઈ રહી છે તેની સામે સોશિયલ મીડિયામાં પણ ઉહાપોહ જોવા મળી રહ્યો છે.લોકો આ મુદ્દે મમતા બેનરજીની સામે વિરોધ પણ વ્યક્ત કરી રહ્યા છે. દરમિયાન કેન્દ્ર સરકારે રાજ્યમાં થયેલી હિંસાને લઈને રાજ્ય સરકાર પાસે રિપોર્ટ પ્ણ માંગ્યો છે.