મુંબઈમાં ગ્રીડ ફેઈલ થતા અનેક વિસ્તારોમાં વીજળી ગુલ

0
41

મુંબઈ
તા 12
મહાનગર મુંબઈમાં ગ્રીડ ફેઈલ થતા વીજળીની સમસ્યા સર્જાઈ છે. મુંબઈ ટાઉનશીપમાં વીજળી પુરવઠો આપતી કંપની બૃહન મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાઈ એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)એ જણાવ્યું છે કે વીજળી પુરવઠો પૂરો પાડનાર પ્લાન્ટમાં ગ્રીડ ફેઈલ થઇ ગયું છે. ગ્રીડમાં ખરાબીને કારણે શહેરમાં વીજપુરવઠો ખોરવાયો છે. મુંબઈ, થાણે, નવી મુંબઈ અને પનવેલના કેટલાંક વિસ્તારોમાં વીજળી ગુલ થઇ ગઈ હતી. જેને કારણે લોકોને તકલીફો સહન કરવી પડી. ગ્રીડ ફેઈલ થવાને કારણે લોકલ ટ્રેનો પર પણ અસર થઈ હતી.

બેસ્ટ ઈલેક્ટ્રીસીટી તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ટાટા કડુનામાં ગ્રીડ ફેઈલ થવાને કારણે વીજળી પુરવઠો અટક્યો હતો. અસુવિધા માટે દુઃખ છે. જોકે, બેસ્ટ તરફથી જણાવવામાં નથી આવ્યું કે ક્યાં સુધી વીજળી પુરવઠો ખોરવાયેલો રહેશે. કોલાબા, બાંદ્રા, થાણે સહિત અનેક વિસ્તારોમાં વીજળી ગુલ છે. આ વિસ્તારમાં સવારે 10 વાગ્યાથી બિજલી ગુલ થઈ છે.

સેન્ટ્રલ રેલવના મુખ્ય જનસંપર્ક અધિકારી CPROએ કહ્યું કે, ગ્રીડ બંધ થવાના કારણે ઉપનગરીય ટ્રેન સેવા પર પણ અસર થઈ છે. ચર્ચગેટ અને વસઈ વચ્ચે પશ્વિમ રેલવેના લોકલ ટ્રેનની સેવાઓ પર પણ અસર થઈ છે. આ બધાની વચ્ચે ઉર્જા મંત્રી નીતિશ રાઉતે કહ્યું કે, મુંબઈ અને આસપાસના વિસ્તારમાં વીજળનો પુરવઠો ફરી ચાલું કરવાનું કામ ચાલી રહ્યું છે. એક કલાકમાં વીજળી આવી જશે. નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે NSIએ એક ટ્વીટમાં કહ્યું કે, ત્યાં સામાન્ય રીતે કામ થઈ રહ્યું છે.