મુંબઇ હાઇકોર્ટે બીએમસીની કાઢી ઝાટકણી

0
22

મુંબઇ,તા:28

મુંબઇ હાઇકોર્ટે અભિનેત્રી કંગના રનૌતની ઑફિસના બાંધકામને ગેરકાયદે ગણાવીને ઉતાવળે ઉતાવળે તોડી ફોડી નાખનારા મુંબઇ મ્યુનિસિપલ કોર્પેારેશનની આજે સવારે ઝાટકણી કાઢી હતી.

હાઇકોર્ટે પૂછ્યું હતું કે અન્ય ગેરકાયે બાંધકામ તોડવા માટે પણ તમે આટલી બધી ઉતાવળ દેખાડો છો ખરા. અત્રે એ યાદ રહે કે વિપક્ષોએ મુંબઇમાં ઓછામાં ઓછા આઠ હજાર ગેરકાયદે બાંધકામ હોવાની વિગતો જાહેર કરી હતી.શિવ સેનાના નેતા અને શિવસેનાના મુખપત્ર સામનાના સંપાદક સંજય રાઉત આજે મુંબઇ હાઇકોર્ટમાં પોતાની એફિડેવિટ ફાઇલ કરે એવી શક્યતા હતી.

જસ્ટિસ એસ કાથાવાલા અને જસ્ટિસ રિયાઝ ચાગલાની બેન્ચ સમક્ષ આ સુનાવણી થઇ રહી હતી. બંને જજોની બનેલી બેન્ચે તોડફોડ પછી કંગનાની ઑફિસના ફોટોગ્રાફ્સ શા માટે લેવામાં આવ્યા હતા એવો સવાલ પણ બીએમસીને કર્યો હતો.બીએમસીના વકીલ એસપી ચિનોયે કોર્ટને એવી માહિતી આપી હતી કે એક સબ એંજિનિયરે પોતાના મોબાઇલ ફોનમાં ફોટા લીધા હતા. કોર્ટે પૂછ્યું હતું કે શું ફોટા લેવાનું સબ એંજિનિયરનું કામ હતું કે. એના જવાબમાં ચિનોયે કહ્યું કે એ એંજિનિયરને એવું લાગ્યું હશે કે આ મારું કામ છે.