મુંબઈમાં મોલની હૉસ્પિટલમાં લાગી આગ, બે લોકોનાં મોત

0
118

ગાંધીનગર
તા : 26
મુંબઈની સનરાઇઝ હૉસ્પિટલમાં ગત રાત્રે આગ લાગી ગઈ, જેના કારણે બે લોકોનાં મોત થયા છે. પહેલા અહેવાલ આવી રહ્યા હતા કે આગ ભાંડુપ વિસ્તારમાં સ્થિત ડ્રીમ મોલમાં લાગી છે. ઘટનાસ્થળે પહોંચેલી બચાવ ટીમે જોયું કે આગ મોલના ત્રીજા માળે આવેલી સનરાઇઝ હૉસ્પિટલમાં લાગી હતી. જે સમયે હૉસ્પિટલમાં આગ લાગી, તે સમયે ત્યાં 70થી વધુ દર્દી સારવાર લઈ રહ્યા હતા. નોંધનીય છે કે અહીં દાખલ મોટાભાગના દર્દી કોરોનાથી સંક્રમિત છે. બીએમસીએ તપાસના આદેશ આપ્યા છે કે મોલની ઉપર હૉસ્પિટલ કેવી રીતે બનાવવામાં આવી અને આ ઘટના પાછળ કોણ જવાબદાર છે.

મીડિયાને મળતી જાણકારી મુજબ, મુંબઈના ભાંડુપ વિસ્તારમાં સ્થિત ડ્રીમ મોલમાં ગુરુવાર મોડી રાત્રે આગ લાગવાની સૂચના મળી. ત્યારબાદ આગ પર કાબૂ મેળવવા માટે 20થી વધારે ફાયર બ્રિગેડની ગાડીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવી. ઘટનાસ્થળ પર પહોંચ્યા બાદ જાણવા મળ્યું કે મોલના ત્રીજા માળે એક હૉસ્પિટલમાં આગ લાગી છે. ફાયરબ્રિગેડના કર્મચારીઓએ ઘણી મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો. આ દરમિયાન હૉસ્પિટલમાં દાખલ દર્દીઓને અન્ય સ્થળે શિફ્ટ કરવામાં આવ્યા છે.

ફાયરબ્રિગેડના કર્મચારી એ વાત જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આગ કેવી રીતે લાગી. તેની સાથે જ હૉસ્પિટલની અંદર હજુ પણ સર્ચ કરવામાં આવી રહ્યું છે કે બીજા કોઈ દર્દી ફસાયેલા તો નથી ને. ઘટના વિશે જાણકારી આપતા ડીસીપી પ્રશાંત કદમે જણાવ્યું કે ઘટનાની જાણકારી મળ્યા બાદ ઘટનાસ્થળે પહોંચેલી બચાવ ટીમે લગભગ 90થી 95 ટકા દર્દીઓને બચાવી લીધી પરંતુ બે લોકોનાં મોત થયા છે. તેઓએ કહ્યું કે મૃતકોની સંખ્યા વધી શકે છે.