J&K : નગરોટા એન્કાઉન્ટર પર સુરક્ષાએજન્સીનો મોટો ખુલાસો

0
16

નગરોટા
તા : 21
નગરોટા એન્કાઉન્ટરની તપાસ કરી રહેલી સુરક્ષા એજન્સીઓએ એટો મોટો ખુલાસો કર્યો છે. તપાસ એજન્સીઓને શંકા છે કે પાકિસ્તાન તરફથી આવનારા આતંકીઓએ ભારતમાં ઘુસણખોરી માટે સુરંગનો પ્રયોગ કર્યો છે. આ આતંકી પાકિસ્તાનના શકરગઢથી સાંબા સેક્ટરમાં સુરંગના માધ્યમથી ઘુસ્યા હતા. શંકા છે કે, આતંકીઓ પાસેથી કબ્જે કરવામાં આવેલા સામાનમાંથી હથિયારો અને બારૂદ પહેલાથી જ ટ્રકમાં હાજર હતા. સુરક્ષા એજન્સીઓએ દાવો કર્યો છે કે સીમા પર તારબંદીની સાથે કોઈ છેડછાડ કરવામાં આવી નથી.તેવામાં તેમ માનવામાં આવી રહ્યું છે કે, સાંબા સેક્ટરમાં સુરંગના માધ્યમથી જ આતંકીઓ દાખલ થયા હતા. જો કે, આતંકી દ્વારા સુરંગ બનાવીને સીમા પાર કરવાનો આ કોઈ પહેલો કેશ નથી.

નગરોટાની પાસે જમ્મુમાં ગુરૂવારે થયેલી મુઠભેડમાં માર્યાં ગયેલા જૈશના આતંકી મોટી પ્રમાણમાં હથિયાર અને ગોલા બારૂદ લઈને જઈ રહ્યાં હતાં. એક પોલીસ અધિકારીએ કહ્યું કે, તેની પાસેથી 11 એકે 47 રાઈફલ અને પિસ્તોલ કબ્જે કરવામાં આવી છે. પૂરી સંભાવના છે કે કોઈ મોટી યોજના બનાવી રહ્યાં હતાં. આ ચારો કાશ્મીર તરફ જનારા એક ટ્રકમાં યાત્રા કરી રહ્યાં હતાં. આ ટ્રકને ટોલ પ્લાઝાની પાસે પોલીસે રોકી હતી. જે બાદ થયેલી મુઠભેડમાં ચારો આતંકીઓ માર્યા ગયાં હતાં.