નેટવર્ક ન્યૂઝ ગુજરાતના મહા મનોમંથન કાર્યક્રમે રચ્યો ઇતિહાસ

0
554

ગાંધીનગર
તા : 12
દિલ્લી ખાતે 48 દિવસથી ખેડૂતો લડત લડી રહ્યાં છે. ત્યારે ગુજરાતના ખેડૂતો દ્વારા પણ તેમણે સમર્થન આપવામાં આવી રહ્યું છે. પરંતુ આજ દિન સુધી કોઈ ચેનલ દ્વારા ન આપવામાં આવ્યું હોય, તેવું સમર્થન નેટવર્ક ન્યુઝ ગુજરાત અને ખેડૂતોના મસિહા વિજયસિંહ રાજપુત દ્વારા મહા મનોમંથનનો કાર્યક્રમ યોજાયો હતો, અને ફેસબુક લાઈવ પ્રોગ્રામનો એક નવો ઈતિહાસ રચ્યો.
નેટવર્ક ન્યુઝ ગુજરાતના મહા મનોમંથનના પ્રોગ્રામમાં ગુજરાત ભરના આ ખેડૂતોએ ભાગ લોધો, જેમ કે દિલખુશ સોજીત્રા, પંકજ પટેલ, ગોવિંદભાઈ વાલાણી, કાળુભાઈ વઘાસીયા, રાજન ઠક્કર, કામેશ ભાઈ, બળદેવભાઈ, રમણીક જાની, ઠાકોર જકસી બાપુ, રેશ્માબેન પટેલ, વિજય ઓડેદરા, વીણાબા ઝાલા, હર્ષાબેન, જયશ્રી બેન, દીપાબેન, ફોરમ ગજ્જર અને અરુણાબેન સહિત 1000 ખેડૂતો સાથે 1000 મીનિટ સુધી અવિરત ખેડૂતો સાથે સંવાદ અને ચર્ચા કરવામાં આવી. આ ચર્ચામાં પાકવીમો, દેવામાફી, કૃષિ કાયદા સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ એક સાથે એક મંચ પર આટલી બહોળી સંખ્યામાં ખેડૂતો આવીને પોતાની વાત રજૂ કરે છે તેવી આ ઐતિહાસિક ક્ષણ નેટવર્ક ન્યુઝ ગુજરાત ચેનલે બનાવી.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને જાગૃત નાગરિકો જોડાયા હતા. અને કોરોનાની તમામ ગાઈડલાઈનનું પાલન કરવામાં પણ આવ્યું હતું. જયારે આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક ફરજિયાત જોવા મળ્યું હતું. તેમજ સરકારની કોઈ પણ ગાઈડલાઈનનું ભંગ ન થાય તેનું નેટવર્ક ન્યુઝ ગુજરાતના તમામ સ્ટાફ દ્વારા ધ્યાન રાખવામાં આવ્યું હતું.