ન્યૂઝીલૅન્ડ ચૂંટણીમાં પીએમ જૅસિંડા આર્ડર્નને મળી મોટી જીત

0
15

માન્ચૅસ્ટર
તા : 17
ન્યૂઝીલૅન્ડનાં વડાં પ્રધાન જૅસિંડા આર્ડર્નની પાર્ટીએ શનિવારે થયેલી સામાન્ય ચૂંટણીમાં મોટી જીત મેળવી છે. મોટા ભાગની મતગણતરી થઈ ગઈ છે. અત્યાર સુધીનાં પરિણામોમાં આર્ડર્નની લેબર પાર્ટીને 49 ટકા મત મળ્યા છે અને આશા છે કે તેઓ ન્યૂઝીલૅન્ડની રાજનીતિમાં દુલર્ભ બહુમતી હાંસલ કરી લેશે. વિપક્ષ મધ્ય-પંથી નેશનલ પાર્ટીને અત્યાર સુધીમાં 27 મત મળ્યા છે અને પાર્ટીએ પોતાની હાર સ્વીકારી લીધી છે.

આ ચૂંટણી એક મહિના પહેલાં સપ્ટેમ્બરમાં થવાની હતી, પરંતુ કોવિડ મહામારીને કારણે તેની તારીખ આગળ વધારી હતી. મતદાન સ્થાનિક સમયાનુસાર સવારે નવ વાગ્યે શરૂ થયું હતું અને સાંજે સાત વાગ્યે પૂરું થયું હતું. જોકે ત્રણ ઑક્ટોબરે શરૂ થયેલા મતદાનમાં અંદાજે દસ લાખ લોકોએ મત આપ્યા હતા. ન્યૂઝીલૅન્ડમાં સામાન્ય ચૂંટણીની સાથેસાથે લોકોને બે જનમતસંગ્રહો પર પણ મતદાન કરાવ્યું હતું.