નીતિન ગડકરી કોરોના પોઝિટિવ, ટ્વિટ દ્વારા આપી માહિતી

0
61

નવી દિલ્હી,તા:17

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી કોરોના વાઈરસનો ભોગ બન્યા છે. તેમણે ટ્વિટ કરીને આ માહિતી આપી છે. ટ્વિટમાં તેમણે કહ્યું છે કે ગઈકાલે મને નબળાઈ લાગતી હતી આથી મે ડોક્ટરની મુલાકાત લીધી હતી. મારા ચેકઅપ દરમિયાન હું કોરોના પોઝિટિવ આવ્યો છું. તમારા બધાના આશીર્વાદથી મારી તબિયત સારી છે. મેં મારી જાતને આઈસોલેટ કરી દીધી છે. મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને હું વિનંતી કરું છું કે તેઓ પોતાની સંભાળ રાખે અને પ્રોટોકોલનું પાલન કરે.

ગૃહમંત્રી અમિત શાહ પછી મોદી કેબિનેટમાં ધર્મેન્દ્ર પ્રધાન, ગજેન્દ્ર શેખાવત પણ કોરોના સંક્રમણનો ભોગ બન્યા હતા. ગડકરી વિવિધ માંદગીઓના કારણે અગાઉ પણ સમાચારોમાં રહ્યા છે.