વન નેશન વન ઇલેક્શન ભારતની જરૂરિયાત: PM મોદી

0
57

નવી દિલ્હી
તા : 26
સંવિધાન દિવસના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર વન નેશલ વન ઇલેક્શનની વાત પર ભાર મૂક્યો છે. ઓલ ઈન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સના સંમેલનને સંબોધિત કરતાં વડાપ્રધાને કહ્યું કે વન નેશન વન ઇલેક્શન પર ચર્ચા થવી ખૂબ જરૂરી છે. વન નેશન વન ઇલેક્શન માત્ર વિચાર-વિમર્શનો મુદ્દો નથી, પરંતુ દેશની જરૂરિયાત છે. વિવિધ સમયે યોજાતી ચૂંટણીઓ વિકાસ કાર્યોમાં અડચણ ઊભી કરે છે અને તેના વિશે આપ સૌ જાણો છો. આપણે તેના વિેશ ગંભીરતાથી વિચારવું જોઈએ.

વડાપ્રધાને કહ્યું કે, હું દરેક ભારતીય નાગરિકને સંવિધાન દિવસની શુભકામનાઓ પાઠવું છું. હું સંવિધાન રચવામાં સામેલ તમામ સન્માનિત વ્યક્તિઓને ધન્યવાદ આપવા માંગું છું. પીએમે કહ્યું કે આજે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને બાબા સાહેબ આંબેડકરથી લઈને સંવિધાન સભાના તમામ વ્યક્તિઓને પણ નમન કરવાનો દિવસ છે, જેમના અથાગ પ્રયાસોથી દેશને સંવિધાન મળ્યું છે. આજનો દિવસ પૂજ્ય બાપૂની પ્રેરણાને, સરદાર પટેલની પ્રતિબદ્ધતાને પ્રણામ કરવાનો દિવસ છે.

વડાપ્રધાને કહ્યું કે, આજની તારીખ, દેશ પર સૌથી મોટા આતંકી હુમલા સાથે જોડાયેલો છે. પાકિસ્તાનથી આવેલા આતંકીઓએ મુંબઈ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. અનેક દેશોના લોકો માર્યા ગયા હતા. હું મુંબઈ હુમલાનો શિકાર બનેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું.