ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી પણ રડાવી રહી છે, જાણો શું છે ભાવ વધારાનું કારણ

0
13

દિલ્લી
તા 23
સામાન્ય જનતાને મોંઘવારીનો માર પડી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઉત્તરોતર વધારો નોંધાઈ રહ્યો છે. રાંધણ ગેસ સહિત પીએનજી-સીએનજીના ભાવમાં પણ વધારો થયો છે. આ દરમિયાન હવે ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી પણ લોકોને રડાવી રહી છે. દિલ્હીમાં જથ્થાબંધ બજારમાં 50 રૂપિયે કિલો વેચાતી ડુંગળીનો હાલ ભાવ 75 રૂપિયા સુધી પહોંચ્યો છે. છેલ્લા દોઢ મહિનામાં ડુંગળીની કિંમત લગભગ બમણી થઈ છે.

ડુંગળીના ભાવમાં વધારો થવાનું કારણ કમોમસી વરસાદ છે. મહારાષ્ટ્રના કેટલાક હિસ્સામાં પડેલા વરસાદના કારણે ડુંગળીનો પાક પ્રભાવિત થયો છે. તેથી જથ્થાબંધ બજારમાં ડુંગળીની આવક ઘટી છે. આ કારણે ડુંગળીના ભાવ વધ્યા છે. ખાદ્ય ચીજોથી લઈ ઘર બનાવવાની નિર્માણ પ્રક્રિયાની સામગ્રીમાં 15-20 ટકાનો વધારો થયો છે. ડીઝલની કિંમત વધવાના કારણે ભાડામાં વધારો થયો છે. જેના કારણે ગ્રાહકોએ તેની કિંમત ચુકવવી પડી રહી છે.