જ્ઞાનવાપી મસ્જિદ કેસ: કોર્ટના આદેશ પર ભડક્યા ઓવૈસી

0
131

નવી દિલ્હી
તા : 09
વારાણસીની ફાસ્ટ ટ્રેક કોર્ટે કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદને લગતા કેસમાં વિવાદિત જગ્યાના પુરાતત્ત્વીય સર્વેનો આદેશ આપ્યો છે. ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ કોર્ટના આ નિર્ણયને હાઇકોર્ટમાં પડકારશે. હવે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પણ કોર્ટના નિર્ણયની માન્યતા પર શંકા વ્યક્ત કરી છે. ઓવૈસીએ આશંકા જતાવી છે કે ઇતિહાસ ફરી એકવાર પુનરાવર્તિત થશે.

અસદુદ્દીન ઓવૈસીએ ટ્વિટ કરીને કહ્યું કે આ હુકમની માન્યતા શંકાસ્પદ છે. બાબરીના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કાયદામાં કોઈ પણ ટાઈટલની ફાઈન્ડીંગ ASI દ્વારા પુરાતત્ત્વીય તારણોને આધારે કરી ન શકાય. ઓવૈસીએ ASI પર પણ આરોપ લગાવ્યો છે કે તે હિન્દુત્વના તમામ પ્રકારનાં જુઠ્ઠાણા માટે મિડવાઇફની ભૂમિકા ભજવે છે. કોઈ પણ તેનાથી નિષ્પક્ષતાની ન્યાયીપણાની અપેક્ષા રાખતું નથી.

ઓવૈસીએ કહ્યું કે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને મસ્જિદ સમિતિએ તાત્કાલિક આ હુકમની અપીલ કરવી જોઈએ અને અન પર સુધારો કરાવવો જોઈએ, ઓવૈસીએ કહ્યું કે એએસઆઈ ફક્ત છેતરપિંડીનું પાપ કરશે અને બાબરી કેસની જેમ ઇતિહાસનું પુનરાવર્તન કરવામાં આવશે. તેમણે કહ્યું કે કોઈ પણ વ્યક્તિને મસ્જિદની પ્રકૃતિ બદલવાનો કોઈ અધિકાર નથી.