ભૂલ મારી હતી, ક્વિન્ટન ડી કોકની નહીં: ફખર જમાન

0
21

જોહનિસબર્ગ
તા : 06
સાઉથ આફ્રિકા સામે વાન્ડર્સમાં બીજી વન-ડેમાં વિવાદાસ્પદ રનઆઉટ અંગે પાક ઓપનર ફખર ઝમાને જણાવ્યું હતું કે ક્વોન્ટન ડી કોકની ભૂલ હતી જ નહી, તે મારી ભૂલ હતી. આ કિસ્સામાં ફેક ફિલ્ડિંગના નિયમનો ભંગ કરવા બદલ ક્વોન્ટન ડી કોકની આકરી ટીકા કરવામાં આવી રહી છે. પાક ઓપનરે વિવાદ શાંત પાડવાનો પ્રયત્ન કરતા જણાવ્યું હતું કે તે રનઆઉટ પોતાની ભૂલના લીધે થયો હતો. તેણે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે હેરિસ રાઉફે સ્ટાર્ટ મોડું કર્યુ હોવાથી હું બીજા છેડે તેની સામે જોઈ રહ્યો હતો, હું વિચારતો હતો કે તે મુશ્કેલીમાં છે. બાકીનું બધુ મેચ રેફરી પર છે, પરંતુ મને ક્વોન્ટન ડી કોકની કોઈ ભૂલ હોય તેમ લાગતું નથી.

અંતિમ ઓવરમાં પાકને છ બોલમાં ૩૧ રન જોઈતા હતા ત્યારે પહેલા બોલે ઝમાન સ્ટ્રાઇક છેડે બીજો રન પૂરો કરવાની તૈયારીમાં હતો ત્યારે વિકેટકીપર કોકે ગિડી તરફ એવી રીતે બુમ પાડી કે જાણે નોન-સ્ટ્રાઇકર એટલે કે બોલર છેડે રઉફને રનઆઉટ કરવાનો છે. જ્યારે વાસ્તવમાં થ્રો માર્ક્રમે કર્યો હતો. કોકની બૂમના પગલે ધીમા પડી ગયેલા ઝમાને પરત ફરીને જોયું ત સમયે ત ક્રીઝમાં પહોંચ્યો ન હોવાથી માર્કર્મનો ડાયરેક્ટ થ્રો સીધો સ્ટમ્પને અથડાતા તે રનઆઉટ થયો હતો.

ક્રિકેટના નિયમ ૪૧.૫.૧ મુજબ કોઈપણ ફિલ્ડર જાણીબૂઝીને શબ્દ કે શારીરિક રીતે કે સંકેત દ્વારા બેટ્સમેનને રન કરતાં અટકાવવાનો કે તેનું ધ્યાન બીજે દોરવાનો પ્રયત્ન કરે તો તે અયોગ્ય ગણવામાં આવે છે. હવે જો ખેલાડી આ રીતે ફેક ફિલ્ડિંગ ભરે તો હરીફ ટીમને પાંચ પેનલ્ટી રન મળે છે અને તે બોલ ફરીથી નાખવામાં આવે છે. મેચ જે પ્રકારની રોમાંચક તબક્કામાં હતી તે વખતે જો ડી કોકના પગલાને ફાઉલ ગણવામાં આવ્યું હોત તો પાકિસ્તાનને અંતિમ ઓવરમાં પાંચ ઓછા રનની જરુર પડી હોત.

ઝમામ ક્રીઝ પર હોત અને પાકિસ્તાન લક્ષ્યાંકની ઘણી નજીક પહોંચી શક્યું હોત. ઝમામે ૧૫૫ બોલમાં ૧૯૩ રન કર્યા હતા. તેણે ૧૮ ચોગ્ગા અને દસ છગ્ગા ફટકાર્યા હતા. પાકિસ્તાનના બીજા બેટ્સમેનો સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે ઝમાન એકલા હાથે મેચ ખેંચી ગયો હતો. પાકનો સ્કોર એક સમયે ૯ વિકેટે ૩૨૪ રન હતો. પાકિસ્તાન ફક્ત ૧૭ રને હાર્યુ હતું.