હાર્દિક પંડ્યાએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર રચ્યો ઈતિહાસ

0
44

સિડની
તા : 28
ઓસ્ટ્રેલિયામાં રમાયેલી વન ડે સિરીઝની પ્રથમ મેચમાં ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ઓસ્ટ્રેલિયા સામે અડધી સદી રમીને ટીમ ઈન્ડિયાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમય દરમિયાન, પંડ્યાએ તેના નામે એક ખાસ સિદ્ધિ હાંસલ કરી હતી. પંડ્યાએ વન ડે ક્રિકેટમાં પોતાના એક હજાર રન પુરા કરી લીધા છે. આ સાથે જ તે વન ડે ક્રિકેટમાં બોલ પ્રમાણે સૌથી ઝડપથી એક હજાર રન પૂર્ણ કરવાવાળો પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે. આ સાથે તે સૌથી ઝડપથી એક હજાર વન ડે રન બનાવવા વાળો 5મો ખેલાડી બની ગયો છે. પંડ્યાએ 857 બોલમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. તેણે જોસ બટલરને પાછળ છોડી દીધો છે જેણે 860 બોલમાં એક હજાર રન કર્યા હતા.

વન ડેમાં સૌથી ઝડપી એક હજાર રન બનાવનાર ખેલાડી આંદ્રે રસલ છે જેણે 767 બોલમાં આ ઉપલબ્ધી મેળવી છે. નોંધનીય છે કે પંડ્યાએ સિડની વન ડેમાં 31 બોલમાં પોતાની અર્ધસદી ફટકારી હતી. પંડ્યાએ 30થી વધુની એવરેજ સાથે 115થી વધુના સ્ટ્રાઈક રેટથી 1000 રન બનાવ્યા છે. તેણે સિડનીમાં શિખર ધવન સાથે મળીને શતકીય ભાગેદારી નોંધાવી છે.