પારલે જીએ જાહેરાત અંગે લીધો મોટો નિર્ણય

0
18

મુંબઈ
તા 12
મુંબઈ પોલીસ દ્વારા ટેલિવિઝન રેટિંગ પોઇન્ટ TRP કૌભાંડ ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આ પછી, અગ્રણી જાહેરાતકારો અને મીડિયા એજન્સીઓ દ્વારા કહેવામાં આવ્યો છે કે તેઓ આ અંગે ઘ્યાન આપી રહ્યાં છે. આવી સ્થિતિમાં પારલે બિસ્કીટ ઉત્પાદ કરતી કંપનીએ નિર્ણય કર્યો છે કે તે ટીવી પર પારલેજી બિસ્કીટની જાહેરાત નહીં આપે. કંપનીના વરિષ્ઠ અધિકારીએ આ અંગે માહિતી આપી.

કંપનીના વરિષ્ઠ અધિકારી કૃષ્ણરાવ બુદ્ધે કહ્યું કે, કંપની સમાજમાં ઝેર ભેળવનાર સામગ્રીનું પ્રસારણ કરતી ન્યૂઝ ચેનલો પર જાહેરાત નહીં આપે. વધુમાં તેમણે કહ્યું, અમે એવી સંભાવનાઓ શોધી રહ્યા છીએ કે જેમાં અન્ય જાહેરાતકર્તાઓ ભેગા થાય અને ન્યૂઝ ચેનલો પર તેમની જાહેરાતના ખર્ચ પર કાબૂ રાખે. જેથી બધી ન્યૂઝ ચેનલોને સ્પષ્ટ સંકેત મળે કે તેમને તેમની સામગ્રી બદલવી પડશે.

આગળ તેઓએ કહ્યું કે આક્રમકતા અને સામાજિક નુકસાનને પ્રોત્સાહન આપતી ચેનલો પર કંપની પૈસા ખર્ચ કરવા નથી માંગતી. કારણ કે એ તેનો લક્ષ્યાંક ગ્રાહક નથી. લોકો સોશ્યલ મીડિયા પર કંપનીના નિર્ણયના વખાણ કરી રહ્યા છે. પારલેજી પહેલાં બજાજ ઓટોના ઉદ્યોગપતિ અને મેનેજિંગ ડિરેક્ટર રાજીવ બજાજે કહ્યું હતું કે તેમની કંપનીએ ત્રણ ન્યૂઝ ચેનલોને બ્લેકલિસ્ટ કરી છે.