સંસદનો સત્ર શરૂ થતા પહેલા પાંચ સાંસદો આવ્યાં કોરોના પોઝિટીવ

0
158

નવી દિલ્લી઼
તા 13
દેશમાં કોરોના મહામારીના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સંસદમાં મોનસુન સત્ર યોજાવા જઈ રહ્યું. મોનસુન સત્ર શરૂ થતાં સાંસદોના કોરોના ટેસટ કરાવવામાં આવ્યાં છે. અને કોરોના ટેસ્ટમાં પાંચ સાંસદો કોરોના પોઝિટિવ મળી આવ્યાં છે.

સંસદના મોનસુન સત્ર સોમવારથી શરૂ થવાનું છે. પરંતુ તે પહેલા તપાસમાં લોકસભાના પાંચ સદસ્યો કોરોના પોઝિટિવ આવ્યાં છે. હજુ સાંસદોને કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. આ વખતે કોરોના સંકટના કારણે સંસદમાં સત્રમાં કેટલાક મહત્વના ફેરફાર કરવામાં આવી રહ્યાં છે. સાંસદના સત્ર દરમ્યાન ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે. લોકસભા દરરોજ 4 કલાક બેસશે. તેમાં શૂન્ય કાળનો સમય પણ ઓછો કરીને અડધા કલાકનો કરવામાં આવ્યો છે. સવાલોના જવાબ પણ લેખિતના રૂપમાં દેવામાં આવશે.