કોરોનિલના સર્ટિફિકેટ અંગે મેડિકલ એસોસિએશને સ્વાસ્થયમંત્રી હર્ષવર્ધન પાસે જવાબ માંગ્યો

0
39

દિલ્લી
તા 23

પતંજલિ કોરોનિલ પર વિવાદ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. કોરોનિલને વિશ્વ સ્વાસ્થય સંગઠન પાસેથી સર્ટિફિકેટ મળી ચુક્યું છે, હવે IMA દ્વારા તે અંગે સવાલ ઉઠાવવામાં આવ્યા છે. સીધા દેશનાં સ્વાસ્થય મંત્રી ડૉ. હર્ષવર્ષન પાસે જવાબ માંગ્યો છે.

યોગગુરૂ રામદેવ દ્વારા 19 ફેબ્રુઆરીના રોજ દાવો કરવામાં આવ્યો છે કે, ભારતના આયુષ મંત્રાલયે કોરોનિલને સર્ટિફિકેટ આપી દીધું છે. જે WHO ના સર્ટિફિકેશનની સ્કીમનો હિસ્સો છે. તે અંગે IMA દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો. IMA નું કહેવું છે કે, WHO સર્ટિફિકેટનો દાવો ખોટો છે અને તેવામાં સ્વાસ્થય મંત્રી ડૉ. હર્ષવર્ધને સ્પષ્ટતા કરવી જોઈએ. હાલમાં જ WHO દ્વારા પણ નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું કે, તેમણે કોઈ દેશી દવાને મંજુરી આપી નથી. ત્યાર બાદ બબાલ થઈ હતી. WHO એ ટ્વીટ બાદ પતંજલિના આચાર્ય બાલાકૃષ્ણ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી. બાલકૃષ્ણ તરફતી કહેવાયું કે, કોરોનિલને ભારત સરકારનાં DCGI દ્વારા COPP સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. તેવામાં WHO નું કોઈ દવાને મંજુરી આપવાનો કોઈ જ રોલ નથી. આ વિવાદ અંગે IMA દ્વારા માંગ કરવામાં આવી છે કે, દેશનાં સ્વાસ્થય મંત્રી તરીકે ડૉ. હર્ષવર્ધને જણાવવું જોઈએ કે તેમણે આ પ્રકારની કોઈ દવાને રિલીઝ થવા માટેની મંજુરી કયા કારણથી આપી. હર્ષવર્ધને આ અંગે વિસ્તૃત માહિતી આપવી જોઇએ. જ્યારે યોગ ગુરૂ રામદેવ, આચાર્ય બાલકૃષ્ણએ 19 ફેબ્રુઆરીએ કોરોનિલને ફરી લોન્ચ કરી હતી, ત્યારે પ્રેસ કોન્ફરન્સમાં સ્વાસ્થય મંત્રી ડૉ. હર્ષવર્ધન અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ હાજર રહ્યા હતા.