કુંભ મેળામાંથી પરત ફરતા લોકને આઇસોલેટ કરવામાં આવશે

0
25

નવી દિલ્હી
તા : 17
ગુજરાત રાજ્યમાં કોરોના વાયસના વેક્સીનેશનની વચ્ચે કોરોનાના કેસ બેકાબૂ બની રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 8920 કેસ નોંધાયા છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં અને નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાની કોર કમિટીના સભ્યો આજે તા 17 એપ્રિલના રોજ સવારે જામનગર કલેકટર કચેરી ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી. જે બાદ સીએમ રૂપાણીએ મીડિયા સમક્ષ મહત્ત્વની વાતો કરી હતી. જેમાં તેમણે રેમડેસિવીર ઇન્જેક્શનના ઉત્પાદન, બેડ વધારવાની વ્યવસ્થા અંગે વાત કરી હતી. આ સાથે તેમણે કુંભ મેળામાંથી પરત ફરતા લોકને આઇસોલેટ કરવાના નિર્દેશ આપ્યાની પણ વાત કરી હતી.

સીએમ રૂપાણીએ જણાવ્યું કે, છેલ્લા 15થી 20 દિવસથી કોરોનાનું વ્યાપક પ્રમાણમાં સંક્રમણ આપણે જોઇ રહ્યાં છે. સમગ્ર દેશમાં સંક્રમણ વધ્યું છે. બીજી લહેર ખૂબ વ્યાપક છે અને સ્થિતિ થોડી નાજૂક છે. આખેઆખા કુટંબને ચેપ લાગ્યો છે. જે માટે તમામ હૉસ્પિટલો સુસજ્જ થઇ રહ્યાં છે. છેલ્લા એક મહિનામાં રાજ્ય સરકારે 25થી 30 હજાર બેડનો વધારો કર્યો છે. બેડ સાથે 24 કલાક સ્ટાફ અને પેરામેડિકલ સ્ટાફની વ્યવસ્થા ઉભી કરી છે. લોકોને બેડની અછત પડે છે તેને નિવારવા માટે આપણે 15 દિવસમાં વધુ બેડની વ્યવસ્થા કરી રહ્યાં છીએ.