PM મોદીનો દિવાનો થયો Man Vs Wildનો હીરો, TV શો પહેલા કરી મહત્વની વાત

0
216

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12મી ઓગષ્ટે ડિસ્કવરી ચેનલના શો Man Vs Wildમાં બિયર ગ્રિલ્સ સાથે એડવેંચર કરતા નજરે પડશે. આ શો પ્રસારિત થાય તે પહેલા જ ગ્રિલ્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

બિયર ગ્રિલ્સે કહ્યું છે કે, હું ઘણા સયમથી ભારતનો ખુબ જ મોટો ફેન છું. તેમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા વૈશ્વિક નેતાએ જંગલમાં એડવેંચર માટે આવવુ એ મારા માટે સૌભાગ્યની વાત છે.

ગ્રિલ્સે કહ્યું હતું કે, થોડા વર્ષ પહેલા મને તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાત્થે અલાસ્કામાં એડવેંચર ટ્રિપ કરવાનું સૌભાગ્ય મળ્યું હતું. ઓબામા અને પીએમ મોદી વચ્ચે એક બાબત સામાન્ય છે કે બંનેનો એક જ હેતુ હતો. પીએમ મોદી એ સંદેશ આપવા માંગતા હતાં કે આપણે આપણા પર્યાવરણને બચાવવુ જોઈએ. તેવી જ રીતે ઓબામાનો પણ આ જ સંદેશ હતો.

બિયર ગ્રિલ્સે ઉમેર્યું હતું કે, પીએમ મોદી પર્યાવરણા મોટા હિતેચ્છુ છે. એટલા માટે જ તેઓ મારી સાથે એડવેંચર જર્ની પર આવ્યા હતાં. પીએમ મોદીના ભારોભાર વખાણ કરતા કહ્યું હતું કે, તેમણે જંગલમાં જાણે કોઈ યુવા વ્યક્તિ હોય તે રીતે સમય પસાર કર્યો હતો અને હું આ જોઈને હેરાન રહીએ ગયો કે ત્યાં પણ તેઓ કેટલા આરામથી ચાલી રહ્યાં હતાં અને એકદમ શાંત હતાં.

બિયર ગ્રિલ્સે કહ્યું હુતું કે, જ્યારે અમે ટીમ સાથે Man Vs Wildનુ શૂટિંગ શરૂ કરી રહ્યાં હતાં ત્યારે કામ અને પરિસ્થિતિઓને લઈને ક્યારેક ક્યારેક ચિંતિત પણ હતાં, પરંતુ વડાપ્રધાન મોદી તો તે વખતે પણ એકદમ શાંત હતા અને આવુ માત્ર એક વાર નહીં પણ આખી યાત્રા દરમિયાન જોવા મળ્યું હતું. અમે જે કંઈ પણ કરી રહ્યાં હતાં પણ પીએમ મોદી તો શાંત જ હતા. ગ્રિલ્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભારોભાર પ્રસંશા કરતા કહ્યું હતું કે, મને તેમની વિનમ્રતા ખુબ જ પસંદ પડી.

સાથે જ ગ્રિલ્સે લોકોને સંદેશ પાઠવતા કહ્યું હતું કે, આપણે જંગલોની રક્ષા કરવી જોઈએ અને આ બાબત વ્યક્તિગત રૂપે જ શક્ય છે.