દેશને સ્વાસ્થ્ય રાખવા 4 મોર્ચાઓ પર કામ કરી રહી છે સરકાર: PM

0
11

દિલ્લી
તા 23
PM નરેન્દ્ર મોદીએ સ્વાસ્થય મંત્રાલય દ્વારા આયોજીત વેબિનારને સંબોધિત કર્યું. વેબિનાર સંબોધન દરમિયાન PM મોદીએ કહ્યું કે, દેશે કોરોના વાયરસનો મુકાબલો કર્યો અને અમે ભવિષ્યની પરેશાનીઓ માટે તૈયાર રહેવું જોઈએ. આ સાથે જ તેમણે કહ્યું કે, આ વર્ષના બજેટમાં હેલ્થકેર બજેટમાં જેટલો વધારો કરવામાં આવ્યો છે તે અભુતપુર્વ છે. દેશના દરેક નાગરિકને ઉત્તમ સ્વાસ્થય સુવિધા આપવા માટેની અમારી પ્રતિબદ્ધતાનું પ્રતિક છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે,મેડિકલ ઈક્વિપમેન્ટથી માંડીને મેડિસિન સુધી, વેન્ટિલેટર વૈક્સીન સુધી, સાઈન્ટિફિક રિસર્ચથી માંડીને સર્વેલાન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધી ડોક્ટર્સ માટે એપિડેમિયોલોજિસ્ટ સુધી આપણે તમામ સેક્ટર પર પુરતુ ધ્યાન આપવાનું છે. જેથી દેશનાં ભવિષ્યમાં કોઈ પણ સ્વાસ્થય આપદા માટે સારી રીતે તૈયાર રહે. આજે સમગ્ર વિશ્વમાં ભારતનાં હેલ્થ સેક્ટરની પ્રતિષ્ઠા અને ભારતના હેલ્થ સેક્ટર પર ભરોસો નવા સ્તર પર છે. વિશ્વના વિકસિત દેશો પણ ભારતની વેક્સિન માટે પડાપડી કરી રહ્યા છે. તેવામાં દેશના દરેક નાગરિક માટે આ ગર્વની બાબત છે.