રૂપાણી સરકારના દાવાની મોદી સરકારે ખોલી પોલ

0
76

ગાંધીનગર,તા:29

ગુજરાત સરકારની ચાર વીજ વિતરણ કંપનીઓનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઑફ પાવર દ્વારા સરકારની ચાર વીજ વિતરણ કંપનીઓ ઉપરાંત દેશની બીજી 30 વીજ વિતરણ કંપનીઓનું ખાનગીકરણ કરવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. આ વીજ વિતરણ કંપનીઓ છેલ્લા 15 વર્ષમાં તેમના પરફોર્મન્સમાં સુધારો કરવામાં નિષ્ફળ ગઈ હોવાથી આ નિર્ણય લેવામાં આવી રહ્યા છે.આગામી પાંચમી ઓક્ટોબર સુધીમાં દરેક સ્ટેક હોલ્ડરને આ અંગે તેમના વાંધાસૂચનો આપી દેવાની સૂચના આપવામાં આવી છે.

વીજળીના સેક્ટરના જાણકારોનું કહેવું છે કે રાજ્ય સ્તરની વીજ વિતરણ કંપનીઓ હરીફાઈ ઊભી કરવામાં નિષ્ફળ ગઈ છે. વીજ નિયમન પંચ પણ તેમની વચ્ચે હરીફાઈ પેદા કરવામાં સફળ રહ્યા નથી.પરિણામે વીજ વિતરણ કંપનીઓની ખોટમાં વધારો થઈ રહ્યો છે. દેશની વીજ વિતરણ કંપનીઓને માથે રૂા. 1,16,000 કરોડના દેવાનો બોજ છે કોલ ઇન્ડિયાને તેમણે તેમના પૈસા ચૂકવ્યા જ નથી. જુલાઈ 2020ની સ્થિતિએ આ દેવું છે. વીજ વિતરણ કંપનીઓને તેમાંથી બહાર લાવવા માટે કેન્દ્ર સરકારે 90,000 કરોડનું પૅકેજ લાવી હતી.વીજ વિતરણ કંપનીઓ પાસે વીજળી પેદા કરતી કંપનીઓને ચૂકવવાના અને તેમના કર્મચારીઓને ચૂકવવાના પગારના નાણાં પણ નથી. પરિણામે સારૂ પરફોર્મન્સ ન આપી શકતી કંપનીઓ ખતમ થઈ જતી હોય તો છો ખતમ થઈ જાય તેવી નીતિ કેન્દ્ર સરકારે અખત્યાર કરી છે. તેથી પરિસ્થિતિ સુધરે તેવો આસાર જણાતો નથી. સમયે સમયે પરિસ્થિતિ વણસતી જ જશે તેવું માનવામાં આવૈે છે.જોકે ગુજરાતમાં પરિસ્થિતિ એટલી ખરાબ નથી.પશ્ચિમ ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત ્ને મધ્ય ગુજરાત નામથી ચાલતી ચાર વીજ વિતરણ કંપનીઓનું પરફોર્મન્સ આમતો સારૂ જ છે. પરંતુ તેમની વીજ ઉત્પાદન કિંમત ઊંચી હોવાથી અન્ય કંપનીઓ સામેની હરીફાઈમાં ટકી શકતી નથી. બીજું તેમની ઉત્પાદન ક્ષમતા કરતાં ઓછી વીજળી પેદા કરતી હોવાથી પણ આ વીજ કંપનીઓની ઉત્પાદન કિંમત ઊંચી જઈ રહી છે. તેથી મેરિટ ઓર્ડરમાં તેમને સ્થાન મળતું નથી. સસ્તી વીજળી પહેલી ખરીદવાનો નિયમ છે.