નવી દિલ્હીઃ આર્થીક કાર્યવિભાગના સચિવ (Department of Economic Affairs Secretary) અતનુ ચક્રવર્તીએ આગામી ત્રિમાસિકમાં લઘુ બચત વ્યાજ દરોને ઘટાડવાના સંકેત આપ્યા છે. તેમણે કહ્યું છે કે, આને બજારદરોના અનુરૂપ સંતુલિત બનાવવામાં આવશે. આનાથી નીતિગત દરોનો લાભ ઝડપથી સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં મદદ મળવાની સંભાવના છે. બેન્ક જમા દરોમાં નરમાઈ હોવા છતાં ચાલુ ત્રિમાસિકમાં સરકારે પબ્લિક પ્રોવિડન્ડ ફંડ (PPF) અને રાષ્ટ્રીય બચત પત્ર (NSC) સહિત નાની બચત યોજનાઓ ઉપર વ્યાજદરોમાં ઘટાડો કરવાથી દૂર રહી છે.

ચક્રવર્તીના જણાવ્યા પ્રમાણે દેશમાં અમારી પાસે વર્તમાનમાં લગભગ 12 લાખ કરોડ રૂપિયા નાની બચત યોજનાઓમાં અને આશરે 114 લાખ કરોડ રૂપિયા બેન્ક જમાના રૂપમાં છે. આનાથી બેન્કોની દેનદારી આ 12 લાખ કરોડ રૂપિયાથી પ્રભાવિત રહી છે.