ડ્રીમ પ્રોજેક્ટ ગિરનાર રોપ-વેનું 24મીએ PMના હસ્તે ઈ-લોકાર્પણ

0
86

જુનાગઢ
તા-23

સમગ્ર દેશમાં જેની આતુરતા પૂર્વક રાહ જોવાતી હતી તે ક્ષણ નજીક આવી ચૂકી છે. PM Modiનો ડ્રીમ પ્રોજેક્ટ આવતીકાલે ગિરનાર રોપ-વેનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. વડાપ્રધાન મોદીના હસ્તે ઇ- શુભારંભ કરાશે. આ પ્રસંગે ગિરનાર ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહેશે. પ્રથમ ટ્રોલીમાં મુખ્યમંત્રી રૂપાણી બેસી અંબાજીના દર્શન કરશે. ટ્રોલીમાં પ્રવાસન મંત્રી જવાહર ચાવડા પણ બેસશે. ઊર્જામંત્રી સૌરભ પટેલ પણ અંબાજીની આરાધના કરશે. સાથે સાંસદ રાજેશ ચુડાસમા પણ હાજર રહેશે. આવતીકાલે ગિરનાર રોપ-વેનું ઈ શુભારંભ થવાનું હોવાથી રોપ-વેની ટ્રોલીઓને ફૂલહારથી શણગારવામાં આવી રહી છે.

તમને જણાવીએ કે ગુજરાતમાં હાલ ત્રણ સ્થળે રોપ-વે કાર્યરત છે. હવે ગિરનાર રોપ-વે રાજયનો ચોથો રોપ-વે બનશે. જેનું તા.24 ઓકટોબરનાં રોજ વડાપ્રધાનના હસ્તે ઈ. લોકાર્પણ થશે. રોપ-વેને સેન્ટ્રલ ઈલેકટ્રીકલ સર્ટિફિકેટ મળી ગયું છે. હાલ લોકાર્પણ માટેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. એશિયાનો સૌથી મોટો રોપ વે જૂનાગઢમાં બનીને તૈયાર થઈ ગયો છે. આ રોપ વેનું અંતર 2.3 કિમી લાંબું છે. તેને બનાવવા માટે 130 કરોડનો ખર્ચે કરવામાં આવ્યો છે.

કોરોના કાળ હોવાથી પીએમ મોદીના હસ્તે દિલ્હીથી ઈ લોકાર્પણ થશે. વીડીયો કોન્ફરનસના માધ્યમથી લોકાર્પણ કરીને જાહેર જનતા માટે ખુલ્લો મૂકશે. ઉષા બ્રેકો નામની કંપનીએ એશિયોનો સૌથી લાંબો અને મોટો રોપ-વે તૈયાર કર્યો છે. તેની ક્ષમતા એક કલાકમાં 800 પ્રવાસીઓની હેરફેર કરી શકવાની છે. એક દિવસમાં 8 હજાર લોકોના વહનની ક્ષમતા ધરાવે છે. રોપ – વે પ્રોજેક્ટ માટે કુલ નવ ટાવર બનાવવામાં આવ્યા છે. ગ્લાસ ફલોરની કેબિનમાં એક સાથે 8 લોકો બેસવાની ક્ષમતા ધરાવે છે. ગિરનાર રોપ વેથી ટુરિઝમને ભારે વેગ મળશે.જૂનાગઢ રોપ-વેની ટિકિટનો દર કંપની દ્વારા નક્કી કરાયો છે. એશિયાનો સૌથી મોટો રોપ-વેમાં બેસવા માટે રૂપિયા 750 ટૂવે નક્કી કરવામાં આવ્યો છે. બાળકો માટેની ટિકિટનો દર રૂ. 350 કરાયો છે અને રોપ-વેની વન-વે ટિકિટ રૂ.400માં નક્કી કરાયો છે.