પંજાબ : BSFએ ઘૂસણખોરી કરી રહેલા 5 આતંકીને કર્યા ઠાર

0
112

નવી દિલ્હી
તા : 22
બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)એ ભારત-પાકિસ્તાન સરહદ પર પાંચ ઘૂસણખોરોને ઠાર કરી દીધા છે. પંજાબના તરણ તારણથી પાંચ પાકિસ્તાની સરહદ પાર કરવાની કોશિષ કરી રહ્યા હતા. ત્યારે બીએસએફની 47 બટાલિયને પાંચેયને ઠાર કરી દીધા. અત્યારે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે કે આ ઘૂસણખોરો પાકિસતાની આતંકી છે કે સ્મગલર.

બીએસએફ દ્વારા રજૂ કરવામાં આવેલા નિવેદનમાં જણાવ્યા અનુસાર 103 બટાલિયનના જાગૃત સૈનિકોએ તરણ તરણની આંતરરાષ્ટ્રીય સરહદ પર ઘુસણખોરોને જોયા હતા. તેમને સમર્પણ કરવાનું કહેવામાં આવ્યું હતું. ઘુસણખોરોએ બીએસએફના જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આથી જવાબી કાર્યવાહીમાં પાંચ ઘુસણખોરો માર્યા ગયા છે. સર્ચ ઓપરેશન ચાલુ છે.

બીએસએફનું કહેવું છે કે તેમની પાસેથી એકે -47, એક પિસ્તોલ અને એક પીઠ્ઠુ બેગ મળી આવી છે. શસ્ત્રો અને બેગ કબજે કરી તપાસ શરૂ કરી છે. તે જ સમયે, આંતરરાષ્ટ્રીય સરહદ પર ચાંપતો બંદોબસ્ત વધારી દેવાયો છે. બીએસએફના જવાનો મુસ્તૈદીથી ઘુસણખોરીના પ્રયાસને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે.