રાહુલ ગાંધીએ #GandhiJayanti સાથે સરકાર પર કર્યો પ્રહાર

0
41

નવી દિલ્હી
તા 2
ગાંધી જયંતિ નિમિત્તે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ #GandhiJayanti સાથે મહાત્મા ગાંધીના વિચારો લખીને મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. હાથરસ ગેંગરેપ પીડિતાના પરિવારને મળવા જઈ રહેલા રાહુલ ગાંધીને ગુરુવારે રોકી દેવામાં આવ્યા હતા. ગ્રેટર નોઈડા પાસેથી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાની ધરપકડ કરવામાં આવી હતી, તેમના પર એફઆઈઆર નોંધાઈ હતી. પોલીસે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહીત 203 કોંગ્રેસી નેતાઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધી હતી. ગૌતમબુદ્ધ નગર પોલીસ તરફથી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ રાજકીય નાટકના બીજા જ દિવસે રાહુલ ગાંધીએ ગાંધી જયંતિ નિમિત્તે સરકાર પર પ્રહાર કર્યા છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીની કહેલી વાતને ટ્વીટ દ્વારા કહી, તેમને લખ્યું છે કે હું દુનિયામાં કોઈનાથી નહિ ડરું. હું કોઈના અન્યાય સામે નહિ ઝુંકુ, હું અસત્ય પર સત્યથી જીત મેળવું અને અસત્યનો વિરોધ કરતા હું તમામ તકલીફોને સહન કરી શકું. ગાંધી જયંતિની શુભેચ્છા #GandhiJayanti