IPL : રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મહાજંગ

0
69

દુબઈ
તા : 14
આઈપીએલ-13માં બબ્બે ‘અપસેટ’ સર્જીને ક્રિકેટરસિકોને આશ્ર્ચર્યચકિત કરી દેનારી રાજસ્થાન રોયલ્સનો આજે સાંજે 7:30 વાગ્યાથી દુબઈમાં દિલ્હી કેપિટલ્સ સામે મુકાબલો થશે. ટૂર્નામેન્ટમાં ‘અપસેટ સ્પેશ્યાલિસ્ટ’ બની ગયેલી રાજસ્થાન સતત બીજી જીત મેળવવાના ઈરાદા સાથે મેદાને ઉતરશે તો દિલ્હી પણ મુંબઈ સામે મળેલી હારને ભૂલીને રાજસ્થાનને કચડવા એડીચોટીનું જોર લગાવી દેશે. દિલ્હી ગત સીઝનની જેમ આ સીઝનમાં પણ ફોર્મમાં છે અને સાતમાંથી પાંચ જીત સાથે પોઈન્ટ ટેબલમાં બીજા નંબરે છે. જ્યારે રાજસ્થાન 7માંથી 3 જીત સાથે છઠ્ઠા નંબરે છે.

રાજસ્થાન પ્રથમ બે જીત સાથે શાનદાર શરૂઆત કર્યા બાદ સતત ચાર મેચ હારીને નાસીપાસ થઈ ગયું હતું પરંતુ રવિવારે હૈદરાબાદ સામે કમાલની જીત મળવાથી તેનો આત્મવિશ્ર્વાસ અત્યંત વધી ગયો છે તેમજ બેસ્ટ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સના સમાવેશથી ટીમમાં જોશ આવી ગયો છે અને આજે એ દિલ્હી સામે બદલો લેવા આતૂર છે. આ સીઝનમાં બન્ને વચ્ચેની પહેલી ટક્કરમાં દિલ્હીએ રાજસ્થાનને 46 રને પરાજિત કર્યું હતું. બીજી બાજુ દિલ્હી શાનદાર ફોર્મમાં છે. જો કે છેલ્લી મેચમાં મુંબઈ સામે પરાજય થતાં તેણે નંબર વન પરથી નીચે આવવું પડયું હતું. આજે ફરી જીતની રાહ પર આવીને દિલ્હી ટોચ પર પહોંચવાના મક્કમ નિર્ભર સાથે મેદાને ઉતરશે.